सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : મહુધા ખાતે ભવાઈ દ્વારા અનોખો મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ચુણેલ અને અલીણા ગામે લોક કલા ભવાઈ થકી મતદારોને મતદાન કરવા પ્રેરણા આપવામાં આવી

યેશા શાહ
  • Apr 27 2024 2:36PM

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ૦૭ મેના રોજ મતદાન થનાર છે ત્યારે ખેડા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં મહુધા તાલુકાના ચુણેલ અને અલીણા ગામે મતદાન જાગૃતિ માટે ભવાઈ દ્વારા મતદાન માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો. સાથે જ ઢોલ નગારા સાથે મતદારોના ઘરે ડોર ટુ ડોર જઈ બૂથ લેવલ ઓફિસરઓ દ્વારા વોટર સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું અને ભવાઈ કલાકારો દ્વારા મતદાન માટે લોકોને અપીલ કરવામાં આવી.

આ અનોખા પ્રકારના મતદાર જાગૃતિ કાર્યક્રમને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ઢોલ નગારા સાથે વોટર સ્લીપ મળતા મતદારોએ વિશિષ્ટ ઉત્સાહ દર્શાવ્યો હતો.

આ કાર્યક્રમમાં મહુધા નાયબ મામલતદાર ઇન્ડિયનભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી સબ સ્વીપ નોડલ, તલાટી મંત્રી, શાળા આચાર્યઓ, બૂથ લેવલ ઓફિસર, આંગણવાડી કાર્યકરો, ભવાઈ નાટક કલાકારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार