सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કપડવંજના નગરજનો વધુ મતદાન કરી ચૂંટણી મહાપર્વ સાથે પાલિકાનો 161 મો સ્થાપના દિવસ ઉજવશે

પ્રાંત અધિકારી, ડીવાયએસપી, મામલતદાર, ચીફ ઓફિસર સહિત અધિકારી- કર્મચારીઓએ મતદાન કર્યું

સુરેશ પારેખ
  • May 6 2024 5:59PM

 લોકસભાની ચૂંટણીના મતદાન માટે હવે ગણતરીના જ કલાકો રહ્યા છે. ત્યારે તા. 7 મે ના રોજ કપડવંજના નગરજનો લોકશાહીના મહાપર્વ ચૂંટણી ઉત્સવ સાથે નગરપાલિકાનો 161 મો સ્થાપના દિવસ વધુમાં વધુ મતદાન કરી ઉજવશે. જી હા, તા. 7 મે મતદાનના દિવસે જ કપડવંજ નગરપાલિકાનો સ્થાપના દિવસ પણ છે. તા. 7 - 5 - 1863 ના રોજ કપડવંજ નગરપાલિકાની સ્થાપના થઈ હતી અને નગરપાલિકાના પ્રથમ પ્રમુખ પદે સ્વ.મગનભાઈ જેચંદભાઈ શાહે પ્રમુખ પદ શોભાવ્યું હતું.

આ અંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલ શાહે "શ્વેતપત્ર"ને જણાવ્યું હતું કે કપડવંજ નગરજનો માટે આ બેવડો અવસર પ્રથમ વાર આવ્યો છે. જેને સૌ નગરજનોએ વધુમાં વધુ મતદાન કરી ઉજવશે.તેઓએ નગરના સૌ મતદારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે લોકશાહીના આ મહાપર્વની સાથે નગરપાલિકાના સ્થાપના દિવસના બેવડા અવસરની તક ઝડપી સૌએ મતદાન કરવું જોઈએ.પોતાનો વોટ આપવાનો અધિકાર ગુમાવશો નહીં. પ્રત્યેક ચૂંટણીઓમાં એક એક મતનું મહત્વ રહેલું છે. મતની કિંમત કેટલી છે એ દરેક નાગરિક કે ખ્યાલ રાખવો જોઈએ દરેક નાગરિકે સમય ફાળવીને અવશ્ય મતદાન કરવું જોઈએ.

મતદારોનો ઉત્સાહ વધારવા માટે પાટણ મતદાર યાદીમાં નામ ધરાવતા કપડવંજના પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામીએ, ભરૂચ મતદાર યાદીમાં નામ ધરાવતા ડીવાયએસપી વી.એન. સોલંકીએ, ચીફ ઓફિસર કૈલાસબહેન પ્રજાપતિ સહિત કપડવંજ વિધાનસભા ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, એસટી સ્ટાફ, હોમગાર્ડ જવાનોએ તા. 30 અને 1 મે ના રોજ શેઠ એમ.પી. મ્યુનિસિપલ હાઇસ્કુલ, કપડવંજ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરી સૌ મતદારોને મતદાન કરવા પ્રોત્સાહન આપ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગરમીમાં "પહેલા મતદાન પછી જલપાન" નું સ્લોગન આપી સૌને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.કપડવંજ વિધાનસભામાં 85 વર્ષ ઉપરના 19 માંથી 18 મતદારોનું હોમ વોટીંગ તથા 9 દિવ્યાંગ મતદારોમાંથી તમામ મતદારોનું મતદાન નોંધાયું છે. આમ ચૂંટણીના મહાપર્વની સાથે નગરપાલિકાના સ્થાપના દિવસની ઉજવણીનો પ્રારંભ થઈ જ ચૂક્યો છે.

મતદાનની ટકાવારી વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અમિત યાદવ, જિલ્લા પોલીસવડા રાજેશ ગઢીયા ,જિલ્લા વિકાસ અધિકારી મનીષ વસાવાએ દરેક વ્યક્તિને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદારોની સુવિધા માટે હિટ વેવની સ્થિતિને ધ્યાનમાં લઇ મતદાન મથકો પર ઠંડા પાણી અને કુલરની વ્યવસ્થાનું સુચારું આયોજન કરાયું છે જેથી ગરમીમાં મતદાન કરવા આવતા મતદારોને સુવિધા મળી રહે. સખી મંડળની બહેનોએ "ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ" ની મહેંદી, રંગોળી સજાવી, બાઈક રેલી, રન ફોર વોટ, શાળા- કોલેજો, સામાજિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિના સંકલ્પ, પત્રિકાઓનું વિતરણ વગેરે કાર્યક્રમો થકી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મહત્તમ મતદાન થાય તે માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે.

રાજકીય પાર્ટીઓએ પણ ગરમીથી બચવા માટે મતદારોને વહેલી સવારથી જ બૂથ સુધી ખેંચી લાવવા રણનીતિ તૈયાર કરી છે.સવારે 7.00 વાગ્યાથી 1.00 વાગ્યા સુધીમાં 50% થી વધારે વોટિંગ કરાવવા બૂથ લેવલના કાર્યકરો, પેજ પ્રમુખોને જવાબદારી સોંપાઈ છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, ભારત વિકાસ પરિષદ સહિતની સામાજિક સંસ્થાઓએ પણ નાની- મોટી બેઠકો કરી મતદાન જાગૃતિના ઉમદા પ્રયાસો કર્યા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार