सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લા સખી મંડળની બહેનો દ્વારા ડોર ટુ ડોર મહિલા મતદારોને મતદાન કરવા જાગૃત કરાયા

ડુમરાલની સખી મંડળની બહેનો દ્વારા મહિલા મતદારોને અચૂક મતદાન કરવા અપીલ

યેશા શાહ
  • Apr 27 2024 11:51AM
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તમામ લોકસભા બેઠકો પર ૦૭ મે, ૨૦૨૪ના મતદાન થનાર છે ત્યારે ખેડા જિલ્લામાં પણ મહત્તમ મતદાન દ્વારા લોકશાહીનો પાવન પર્વ ઉજવવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તડામાર પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જિલ્લાનો કોઈ પણ મતદાર મતદાન પ્રક્રિયાથી વંચિત ન રહી જાય એ જોવાની તમામ જિલ્લાવાસીઓની પણ ફરજ છે. જેના ભાગરૂપે નડિયાદના ડુમરાલ ગામ, સ્વામીનારાયણ મંદિર ખાતે મતદાન જાગૃતિ માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડુમરાલ ગામના સખી મંડળની બહેનો દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા અને અન્ય મહિલાઓને પણ મતદાન કરાવવા જાગૃત કરવાની પ્રતિજ્ઞા અને સંકલ્પ લેવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ડુમરાલ ગામના સખી મંડળના બહેન રશ્મિકાબેન શર્માએ જણાવ્યું હતું કે તેઓ પોતાની ટીમ સાથે સમગ્ર ડુમરાલ ગામની બહેનોને મતદાન કરવા માટે સમજુતી આપશે અને મહિલાઓને ડોર ટુ ડોર જઈ મતદાન કરવાની પ્રેરણા આપશે.
આ કાર્યક્રમમાં એનઆરએલએમ મેનેજર મધુબેન, ડીસ્ટ્રીક્ટ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર શૈલેષકુમાર, તલાટી પ્રતિક પટેલ સહિત મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार