सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ અમેરિકાથી આવ્યું મોટું નિવેદન, જુઓ અહીં..

હાલનો સમય બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોના અસ્તિત્વ માટે જોખમી છે.

Jashu Bhai Solanki
  • Nov 29 2024 1:23PM

બાંગ્લાદેશ હાલ સાંપ્રદાયિક આગમાં ભભૂકી રહ્યું છે. હિન્દુઓ પર સતત હુમલાઓ થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં અમેરિકાથી એક મોટું નિવેદન આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બાઇડેન સરકાર દ્વારા બાંગ્લાદેશ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું નથી. પરતું હવે ટ્રંપ સરકાર દ્વારા પુરુ ધ્યાન આપવામાં આવશે. યુએસ કમીશન ઓફ ઈન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમના પૂર્વ કમિશનર જ્હોની મૂરે કહ્યું કે અમેરિકાની બાઈડેન સરકારે બાંગ્લાદેશ પર વધુ ધ્યાન આપ્યું નથી. હાલનો સમય બાંગ્લાદેશના અલ્પસંખ્યકો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશના અસ્તિત્વ પર જોખમની જેમ છે. પરંતુ હવે ટ્રમ્પ આવી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રંપ પોતાની ઉત્કૃષ્ઠ ટિમ સાથે પદ સંભાળશે. તામની આ ટીમ ભારતને એક સહયોગી તરીકે જુએ છે. અમેરિકામાં સરકાર બદલવા જઇ રહી છે, તેમની બેજોડ વિદેશનિતી હશે. તેમજ એક લારા ભવિષ્ય માટે સતત કામ કરશે.

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસા વચ્ચે અમેરિકાના વલણ અંગે પૂછવામાં આવ્યું હતું. તેમને એ પૂછવામાં આવ્યું હતું કે આવી સ્થિતિમાં ટ્રમ્પ સરકાર બાઈડેન સરકારની સરખામણીમાં શું અલગ  કરશે? જેના પર તેમણે કહ્યું કે દુનિયામાં એવો કોઈ પડકાર નથી જેને ઉકેલી ન શકાય.

ટ્રંપના પહેલા કાર્યકાળમાં પણ ધાર્મિક સ્વતંત્રતા માનવાધિકારોમાં ટોચના સ્થાને હતા. આ અનેક રીતે અમારી વિદેશનીતિનું કેન્દ્ર હતું. જે આગળ પણ જોવા મળશે.

હિન્દુ ધર્મગુરુ ચિન્મય કૃષ્ણ દાસને દેશદ્રોહના આરોપમાં 25 નવેમ્બરના રોજ ધરપકડ કરાયા હતા. બાંગ્લાદેશની કોર્ટે તેમને જામીન ન આપ્યા અને જેલમાં મોકલી દીધા. ત્યારબાદ ચિન્મય દાસના સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. ભારતીય વિદેશ મંત્રાલયે પણ નિવેદન બહાર પાડીને બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ અને તેમને જામીન ન આપવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલો બાંગ્લાદેશમાં કટ્ટરપંથી તત્વો દ્વારા હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકોને સતત નિશાન બનાવવામાં આવવા વચ્ચે સામે આવ્યો છે. અલ્પસંખ્યકોના ઘરો અને વેપારી પ્રતિષ્ઠાનોમાં આગચંપી અને લૂટફાટની સાથે સાથે ચોરી અને તોડફોડ તથા હિન્દુ મંદિરોને અપવિત્ર કરવાના અનેક મામલાઓ સામે આવ્યા છે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार