ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ને લઇને હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ અંગેની સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પહેલા હાઇબ્રિડ મોડલ માટે તૈયાર ન હતું. પરંતુ મળતી માહિતી મુજબ હવે તે તૈયાર છે. ટીમ ઇન્ડિયાની તમામ ચેમ યુએઇમાં રમાઇ શકે છે.
PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ તાજેતરમાં હાઇબ્રિડ મોડલના મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે જે પણ થશે તે સન્માન સાથે કરવામાં આવશે. નકવીએ સંકેત આપ્યો કે PCB હાઇબ્રિડ મોડલ તરફ આગળ વધી રહ્યું છે. જો અહેવાલોનું માનીએ તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઇબ્રિડ મોડલ માટે તૈયાર છે અને યુએઇ બોર્ડ સાથે પણ વાતચીત કરી રહ્યું છે.
સેમી ફાઇનલ મેચ લાહોર અને દુબઇમાં યોજાઇ શકે છે.
મળતી માહિતી મુજબ ટીમ ઇન્ડિયાની તમામ મેચ યુએઇમાં યોજવામાં આવશે, ચેમજ એક સેમી ફાઇનલ દુબઇમાં તેમજ બીજી સેમીફાઇનલ મેચ લાહોરમાં યોજવામાં આવશે.
જાણો અહીં પીસીબીએ આઇસીસી સમક્ષ કઇ શરત મુકી.
પીસીબીએ આઇસીસી સમક્ષ મોટી શરત મુકી છે. તેમનુ કહેવું છે કે 2031 સુધીમાં યોજાનાર આઇસીસી ટુર્નામેન્ટ પણ હાઇબ્રિડ મોડમાં જ યોડવામાં આવે, પાકિસ્તાનની ટીમ પણ ભારતમાં પોતાની મેચ નહી રમે. બીજી શરત ભંડોળની હતી. ICC પાકિસ્તાનને લગભગ 550 કરોડ રૂપિયા આપી ચૂક્યું છે. હવે વધુ ફંડની માંગણી કરી રહી છે.