દિલ્હીના નગરથી આમ આદમી પાર્ટીના બે વખતના ધારાસભ્ય નરેશ બાલિયાનની ઘરપકડના આક દિવસ બાદ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વિધનસભા ચૂંટણી 2025 ને લઇને મોટુ નિવેદન આપ્યું છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધંન અંદે કહ્યું કે અમે કોઇ ગઠબંધન નથી કરી રહ્યા.
ફરિયાદ કરનાર વ્યક્તિની જ ધરપકડ કરવામાં આવી
આ પહેલા AAPના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મારા ઉત્તમ નગરના ધારાસભ્ય નરેશ બાલ્યાનની 30 નવેમ્બર 2024ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે ગેંગસ્ટર વિરુદ્ધ સતત ફરિયાદ કરી રહ્યા છે. હવે તેમના બાળકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
ફેબ્રુઆરી 2025માં દિલ્હીમાં કુલ 70 વિધાનસભા સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. AAP આ ચૂંટણીમાં ચોથી વખત દિલ્હીમાં સત્તા પર પાછા ફરવા માટે સખત પ્રયાસ કરી રહી છે. બીજી તરફ આ વખતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ AAP વિરુદ્ધ આક્રમક વલણમાં જોવા મળી રહ્યા છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં 70માંથી 62 વિધાનસભા બેઠકો જીતી હતી.