ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમબ્રાંચને મહત્વપૂર્ણ સફળતા મળી છે. વાસ્તવમાં ભાગેડુ આરોપી સંજય પટોળીયાની ઘરપકડ કરવામાં આવી છે. સંજય પટોળીયા ખ્યાતિ હોસ્પિટલનો ડિરેક્ટર હતો. તેમજ રાજકોટમાં ન્યુ લાઇફ નામથી હોસ્પિટલ પણ ચલાવતો હતો. રાજકોટમાં છુપાઇને જ આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ જામીન નામંજુર થતા અમદાવાદ આવ્યો અને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો.
અમદાવાદમાં સંજય સોલા મિત્રના આર.કે.જે ફાર્મ હાઉસ પાસે છુપાયો હતો અને આર.કે.જે ફાર્મ હાઉસ પાસેથી તેણે કોલ કર્યા હતો. આ તરફ ક્રાઈમ બ્રાન્ચે મોબાઇલ ટ્રેક કરી સંજય પટોળિયાની ધરપકડ કરી હતી. આ અગાઉ પણ 5 આરોપીઓની ઘરપકડ કરવામાં આવી છે. તેમજ હાલ તમામ લોકોની પુંછપરછ ચાલી રહી છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબબોએ કડીના 19 દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ કરી નાખ્યા બાદ 2 દર્દીના મોત થયા હતા. જે બાદમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ તરફ હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે કાઈમબ્રાંચે 100થી વધુ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ તમામ લોકોની પૂછપરછ કરવાની કવાયત હાથ ધરાઇ છે.