સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે પણ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે એક છે તો સેફ છે. વધુમાં પીએમ મોદી સહિતના નેતાઓ આવતીકાલે ગુરુવારે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ સાથે મહાયુતિ ગઠબંધનના ત્રણેય પક્ષો (ભાજપ, શિવસેના, એનસીપી)ના નેતાઓ ત્યાં હાજર રહેશે. તેમજ અજીત પવાર અને એકનાથ શિંદેનો પણ આભાર માન્યો હતો. ફડણવીસે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે સાંજે 5.30 કલાકે યોજાશે.
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર એક સાથે રાજભવન પહોચ્યા હતા, જ્યા તેમણે રાજ્યપાલ રાધાકૃષ્ણનને સરકાર બનાવવાનો દાવો પેશ કર્યો હતો. આ મોકે પર્યવેક્ષક નિર્મળા સિતારમણ પણ ઉપસ્થિત રહ્યા હતા.