રાજ્યના વિવિધ વિકાસ પ્રજેક્ટ નિર્ણયમાં જેમની બધી જ જમીન સંપાદન થઇ હોઇ તેવા ખેડુતાના વ્યાપક હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે. આવા પ્રોજેક્ટમાં ખેડુતની જમાન સંપાદન થઇ હોઇ પરંતુ પ્રમાણપત્ર ન મળ્યું હોઇ તેવા ખેડુતોએ મુખ્યમંત્રી સમક્ષ સ્વાગત ઓનલાઇન જમફરિયાદ કરી હતી.
સ્વાગત સમારોહમાં રજૂ કરાયેલા આવા પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણનો અભિગમ મુખ્યમંત્રીએ અપનાવ્યો છે. આ હેતુ માટે તેઓ સંબંધિત વિભાગોને લાંબા ગાળાની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે સક્રિય અભિગમ માટે માર્ગદર્શન પણ આપે છે.
રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે તા.૨૬/૧૨/૨૦૦૮ના ઠરાવથી એવું સૂચવ્યું છે કે આવા ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્ર સંબંધિત કલેકટર અથવા અધિકૃત અધિકારી આપી શકે છે. આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી ત્રણ વર્ષમાં જમીન ખરીદવાની જોગવાઈઓ પણ અમલમાં છે.
જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોવા છતાં પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના હિતમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવાઅંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે. આ નિર્ણય અનુસાર તા.૦૧/૦૫/૧૯૬૦થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્સમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે. આવી અરજી મળ્યા પછી કલેક્ટર દ્વારા જાતે ખરાઇ કરી ઇસ્યુ કરવામાં આવશે.