सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Gandhinagar: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનાના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, ટુંક સમયમાં આવશે ગાઇડલાઇન

આરોગ્ય વિભાગની બેઠકમાં લેવાયો નિર્ણય, સરકાર આગામી દિવસોમાં નવા નિયમો સાથે માર્ગદર્શિકા જાહેર કરશે.

Jashu Bhai Solanki
  • Dec 1 2024 12:10PM

ગાંધીનગરઃ ખ્યાતી હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય મંત્રી એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે. ખ્યાતી હોસ્પિટલ કૌભાંડ બાદ હવે સરકારે PM-JAY યોજનાના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. સરકાર આગામી દિવસોમાં નવા નિયમોની સાથે નવી માર્ગદર્શિકા જાહેર કરશે. નવા નિયમો અનુસાર હવેથી એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી સર્જરીના વીડિયો મોકલવાના રહેશે. તેમજ યોજના માટે નવું પોર્ટલ તૈયાર કરવામાં આવશે.

આરોગ્ય અધિકારીઓને લેવી પડશે મુલાકાત 
PM-JAY યોજના હેઠળ આવતી હોસ્પિટલની સમયાંતરે મુલાકાત લઈને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સ્ટેન્ટ, ઈમ્પ્લાન્ટ્સની ગુણવત્તાની તપાસણી માટે વ્યવસ્થા ગોઠવાશે. આરોગ્ય અધિકારીએ એક મહિનામાં ઓછામાં ઓછી બે હોસ્પિટલની મુલાકાત લેવી પડશે. પહેલા માત્ર ફોનથી જ યોજના હેઠળ સર્જરીની મંજૂરી આપી દેવાતી હતી પરંતુ નવા નિયમો પ્રમાણે હવેથી માત્ર ફોનથી જ યોજના હેઠળ સર્જરીની મંજૂરી આપવામાં નહીં આવે.

PM-JAY ને લઈને મોટા નિર્ણયો
માહિતી મુજબ પીએમ-જય માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં જેમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PM-JAY યોજનાની ખામીઓ દૂર કરવામાં આવશે. જેમાં PM-JAY કાર્ડ ઈશ્યૂ થાય ત્યાંથી લઈને લાભ મળવા સુધીની પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. આ બેઠકમાં આરોગ્ય વિભાગ અને PM-JAY યોજનાના અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા બેઠકમાં ચર્ચા કરીને PM-JAY યોજના અંગે નવી એસઓપી તૈયાર કરવામાં આવશે એવી માહિતી સામે આવી હતી.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार