રાજ્યને હચમચાવી દેનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે આજે વધુ એક ખુલાસો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આવ્યો છે. જેમાં પીએમજય દ્વારા સરકારનો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. જેમા વિવિધ ખુલાસા કરવામાં આવ્યા હતા. જેમા મહત્વની વાત એ છે કે ખ્યાતિ હોસ્પિટલમાં મોટા ભાગના દર્દીને અન્જિયોગ્રાફીની જરુર ન હોવા છતા કરવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.
પરિવારજનોની મંજુરી વગર ઓપરેશન
આ ઉપરાંત દર્દીઓના પરિવારજનોની યોગ્ય રીતે દસ્તાવેજી મંજુરી પણ લેવામાં ન અવતી હતી. તેવો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારને સોંપવામાં આવેલા રિપોર્ટ એક્સપર્ટોએ તપાસ કરીને તૈયાર કર્યો છે. તેઆરે વારંવાર આ કાંડને લઇ સામે આવી રહેલ ખુલાસાઓ બાદ સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
હોસ્પટલની કરતૂતો
અમદાવાદમાં બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં બે દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. ગઇકાલે જ ખ્યાતિકાંડના સમગ્ર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ત્યારે તપાસમાં ખ્યાતિકાંડના એક બાદ એક હોસ્પટલની કરતૂતો સામે આવી રહી છે. જેમાં દર્દીઓના ડરાવીને ઓપરેશન કરાવી દેવામાં આવતુ હતું. અને નળી બ્લોક છે હાર્ટ એટેક આવશે તેવી કહી ડરાવવામાં આવતા હતા.
વધુમાં હોસ્પિટલના કર્મીઓ દ્વારા દર્દીઓને હાર્ટ એટેક આવશે તો 3 થી 4 લાખનો ખર્ચ આવશે તેમ કહી ડરાવવામાં આવતા હતા. હોસ્પિટલમાં ટેસ્ટ માટે દર્દીઓના લવાતા અને સ્ટેન્ટ મૂકી દેવાતામાં આવતા હતા. ચોંકાવનારી બાબત એ છે કે મોટા ભાગના દર્દીઓને જાણ જ નહતી કે તેમને સ્ટેન્ટ મૂકી દેવાયા છે.