બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અને હિન્દુ મંદિરો પર સતત હિંસા થઇ રહી છે. ભાડજ અને સમગ્ર ભાપત તથા દુનિયામાં આવેલી તમામ સંલગ્ન સંસ્થાઓ તેમનો વિરોધ કરવા માટે આજે ( 1 ડિસેમ્બર 2024) ના રોજ સાંજે 4.30 વાગ્યે મંદિરના પરિસરમાં કિર્તન અને પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાડજ મંદિરનાં કિર્તન અન પ્રાર્થનાનું આયોજન
બાંગ્લાદેશમાં સનાતન ધર્મનું પાલન અને તેમનાન પ્રચાર માટે તેમની હિમાયત કરવામાં આવી છે, ધાર્મિક કટ્ટરતપંથીઓ દ્વારા આ સ્વતંત્રતા પર પ્રતિબંધ મુકવા અને સનાતની સમુદાયને તાબામાં કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને કારણે બીજા દેશમાં રહેતા હિન્દુઓ પર અસલામતીનો અનુભવ થઇ રહ્યો છે. ખાસ કરીને બાંગ્લાદેશમાં તો હિન્દુઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે. ત્યારથી સરકાર કોઇપણ જાતની સતામણી વિના હિન્દુઓને ધર્મ અને સિદ્ધાંતોનું પાલન કરવા માટે સુરક્ષા અને જગ્યા પૂરી પાડવાની માંગ કરી રહ્યા છે.