ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાણામંત્રી નિર્મળા સિતારમણ દ્વારા દેવેન્દ્ર ફડમવીસના નામનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. આજ રોજ ભાજપ કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં નેતાની પસંદગી કરવામાં આવી હતી. કેન્દ્રીય નિરીક્ષક નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરી.
સીએમ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ છે. સૂત્રોનું માનીએ તો ફડણવીસના નામને મંજૂરી મળી ગઈ છે... હવે માત્ર ધારાસભ્યોનો અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી બાદ મહાયુતિના નેતાઓ આજે બપોરે 3:30 વાગ્યે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
દેવેન્દ્ર ફડણવીસની વિધાયક દળના નેતા તરીકેની પસંદગી કરવામાં આવી છે. યોગેશ સાકર અને ચંદ્રકાન્ત પાટીલ દ્વારા દેવેન્દ્ર ફડણવીસના નામમો પ્રસ્તાવ રાખવામાં આવ્યો. (આવતી કાલે)5 ડિસેમ્બરના રોજ આઝાદ મેદાનમાં સપથગ્રહણ સમારોહ યોજાશે.