મધ્યપ્રદેશમાં લાંબા સમયથી નક્સલવાદીઓનો આતંક યથાવત હતો. પરંતુ હવે તેનો અંત નજીક છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ રાજ્યમાથી નક્સલવાદીઓનો સફાયો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ મધ્યપ્રદેશ સરકાર દ્વારા પણ સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના સાથથી રાજ્યના જંગલોમાં 7500 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
જવાનોની સાથે સ્થાનિક પોલીસ પણ સાથ આપી રહી છે. આ ઝુંબેશ માટે અંદાજીત 70 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમજ સકરાકની કડક કાર્યવાહીને કારણે હવે મધ્યપ્રદેશ રાજ્ય લગભગ નકસ્લ મુક્ત થવાનું છે. પોલીસના આંકડા મુજબ હવે રાજ્યમાં ફક્ત 3 જ નક્સલવાદી બચ્યા છે. તેજમ આ તમામ 3 નક્સલવાદીઓને શક્ય તેટલા ઝડપી પકડી પાડવામાં આવશે. રાજ્યમાથી જ નક્સલવાદીઓને સહાય કરવામાં આવે છે, તેવા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.