सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024: પીએમ મોદી આજે બે જાહેરસભાઓને સંબોધશે

કલમ 370 હટાવ્યા પછી પહેલી વાર જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી, લોકોને મહત્તમ મતદાન માટે પી.એમ.ની અપીલ

Jashu Bhai Solanki
  • Sep 19 2024 11:54AM

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપ સત્તા મેળવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. સત્તા મેળવવા માટે પીએમ મોદી સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ પ્રચારમાં લાગેલા છે. 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 શરૂ થઈ ગઈ છે. બુધવારે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. મળતી માહિતી મુજબ આ તબક્કામાં લગભગ 61.13 ટકા મતદાન થયું હતું. તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચે ત્રણ તબક્કામાં મતદાનની જાહેરાત કરી છે. બીજા તબક્કાનું મતદાન 25 ઓક્ટોમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન 01 ઓક્ટોબરે યોજાશે. 

બીજા તબક્કાના મતદાન માટે ભારતીય જનતા પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. પીએમ મોદી આજે શ્રીનગર અને કટરામાં જોહેરસભાઓને સંબોધશે. 

મળતી મીહિતી મુજબ પીએમ મોદી બપોરે 12 વાગ્યે શ્રીનગરના શેર-એ-કાશ્મીરના ક્રિકેટ સ્ટેડિયમમાં જાહેરસભાને સંબોધશે. તેમજ બપોરે 03.00 વાગ્યે માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ કોમ્પલેક્ષમાં એક રેલીને સંબોધિત કરશે. આ પહેલા પણ મોદીએ ડોડામાં એક રેલી સંબોધન વખતે કહ્યું કે પરીવારવાદના કારણે આ રાજ્ય ખોખલુ થઇ ગયું છે. આ વખતે ચૂંટણી ત્રણ પરિવાર અને યુવાનો વચ્ચે થઈ રહી છે. તેમણે પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવાનોને જોરશોરથી મતદાન કરવા અપીલ પણ કરી છે. 

ગુરુવારની વડાપ્રધાન મોદીની મુલાકાત જમ્મુ-કાશ્મીરના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે SPG સાથે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ વખતે ભાજપે કોઈપણ પક્ષ સાથે એક પણ બેઠકનું જોડાણ કર્યું નથી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार