બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અને હુમલાની ધટનાઓ વચ્ચે ઇસ્કોન સાથે સંકળાયેલા ચિન્યમ કૃષ્ણ દાસની ધરપકડ કરવામાં આવી છે. તેના કારણે બન્ને દેશના સંબંધમાં પણ તીરાડ પડી છે.
અમે રામ લલ્લાને પ્રાર્થના કરીશું
રામભદ્રાચાર્યએ બાંગ્લાદેશમાં ચિન્મયદાસની ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી છે. અને કહ્યું છે કે સરકાર દ્વારા તેમને સમજાવવામાં આવે અન્યથા અમે અમારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશું. હવે આપણા રાજનેતા પણ સમજાવી રહ્યા છે કે આવું ન કરવું જોઇએ. આ દરમિયાન તેમણે ફરી એક વાર હિન્દુ એકતાની વાત કરી છે. અને કહ્યું કે અમે અયોધ્યા જઇ રહ્યા છે, અને રામ લલ્લાને પ્રાર્થના કરીશું કે બધા હિન્દુ એક થાય, જો હિન્દુ એક થાશે તા આસુરી શક્તિનો નાશ કરી શકાાશે.
ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ વિવાદ ઉગ્ર બન્યો
બાંગ્લાદેશમાં પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદથી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હિન્દુ સમુદાયના લોકોને ત્યાં સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમના પર હુમલાની ઘટનાઓ બની રહી છે જ્યારે હિન્દુ મંદિરો અને દેવી-દેવતાઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં ઈસ્કોન સાથે સંકળાયેલા હિંદુ ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ હોબાળો વધુ વધી ગયો છે.