સરપંચના નામે પત્રથી વિવાદ:મુસ્લિમો પાસેથી વસ્તુ નહીં લેવાનો લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઇરલ
મુસ્લિમ ફેરિયા પાસેથી ખરીદી કરનાર વેપારીને રૂ. 5100ના દંડનો ઉલ્લેખ
બનાસકાંઠા :ઉદયપુરની હત્યાના પડઘા હાલ દેશભરમાં પડી રહ્યાં છે. નુપુર શર્મા મામલે સમર્થન કરનારાઓને ધમકી મળી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ તેની જ્વાળાઓ પ્રગટી રહી છે. રાજસ્થાનમાં કન્હૈયા લાલની હત્યા બાદ બનાસકાંઠામાં એક પત્ર વાયરલ થયો છે. વાઘાસણ ગ્રુપ ગ્રામ પંચાયતનો લેટર પેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં થરાદના વાઘાસણ ગ્રુપ ગ્રામ પંચાયતે મુસ્લિમ ફેરિયાઓ પર પ્રતિબંધ લગાવાયો છે તેવો ઉલ્લેખ કરાયો છે.
થરાદના વાઘાસણ ગૃપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના લેટરપેડ અને સહી સાથેનો ઉદયપુર દરજી હત્યા મુદ્દે વિચિત્ર નિયમ કરતો લેટરપેડ સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં મુસ્લિમ સમાજમાંથી આવતા ફેરીયાઓ પાસેથી કોઇ વેપારી સામાન લેતા નજરે પડશે તો તેમના પાસેથી 5100 રૂપીયા દંડનો ફાળો લઇને ગૌશાળામાં જમા કરાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.
ઉદયપુર દરજી હત્યા મુદ્દે વિચિત્ર નિયમ કરતો લેટરપેડ સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં લખાયુ હતું કે, ગામમાં મુસ્લિમ સમાજના લોકો વસ્તુ વેચવા આવતા તેમને ગામમાં પ્રવેશ નહિ મળે. ફેરિયા પાસેથી વસ્તુ ખરીદી કરનાર ગ્રામજનો પર દંડ ફટકારવામાં આવશે. 5100 રૂપિયાની દંડની રકમ વસૂલી કરીને તે રૂપિયા ગૌશાળામાં દાન કરાશે.
મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ નથીની સરપંચનાપતિએ સ્પષ્ટતા કરી
મુસ્લિમ ફેરિયા પાસેથી ખરીદી કરનાર વેપારીને રૂ. 5100ના દંડનો ઉલ્લેખ
સમગ્ર વિવાદમાં વાયરલ પત્ર બાબતે વાઘાસણ ગ્રામપંચાયતના વહીવટદાર આર.આર.ચૌધરીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે “હાલમાં મફીબેન વીરાભાઈ પટેલ ગૃપ ગ્રામપંચાયતના હોદ્દા પર નથી. ગૃપ ગ્રામપંચાયતનું વિભાજન થઈને વાઘાસણ ગ્રામપંચાયત અલગ થયું છે. આ લેટરપેડ હાલની વાઘાસણ ગ્રામ પંચાયત દ્વારા લખવામાં આવ્યો નથી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प