सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Violence in Bangladesh: ધરપકડ કરાયેલા હિન્દુ સંત ચિન્મય દાસને ન મળ્યો વકીલ, એક મહિનો જેલમાં જ રહેશે

હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ચાટગાંવમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ડરના કારણે કોઇ વકીલ રજુઆત કરવા આગળ આવ્યા જ નહી

Jashu Bhai Solanki
  • Dec 4 2024 1:58PM

બાંગ્લાદેશમાં ધાર્મિક લધુમતિઓ ખાસ કરીને હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાની ચોંકાવનારી ધટનાઓ સામે આવી છે. તાજેતરમાં હિંદુ સાધુ ચિન્મય પ્રભુની રાજદ્રોહના આરોપમાં ચટગાંવમાથી ઘરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ બાંગ્લાદેશના એક કોર્ટે તેમની જામીન અરજી પરની સુનાવણી આગાની મહિના સુધી મુલતવી રાખી છે. કારણ કે તેમને વતી દલીલી કરવા માટે કોઇ વકીલ હાજર જ ન થયો હતો.

અગાઉ પણ ચિન્મય દાસની કાર્ટમાં હાજરી વખતે તેમના વકીલ રેગન આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. વકીલ પરના હુમલાનો કથિત વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારથી ચિન્યમ દાસને કોઇ વકીલ મળતા નથી.

ઇસ્કોન કોલકતા વકીલોને સુરક્ષા પ્રદાન કરવા વિનંતી કરી 
આ દરમિયાન કોલકાતા સ્થિત ઇસ્કોને બાંગ્લાદેશને અપિલ કરી છે કે ચિન્યમ દાસ પ્રભુના વકીલ પર હુમલા બાદ તેમનું પ્રતિનિધીત્વ કરવા ઇચ્છુક વકીલોની સુરક્ષા સુનિશ્વિત કરે છે. ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે દાવો કર્યો હતો કે ચિન્મય દાસ પ્રભુનું પ્રતિનિધિત્વ કરેતા વકીલ પર બાંગ્લાદેશના એક જુથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રાધારમણે બાંગ્લાદેશ સરકારની હિન્દુ સાધુ માટે બચાવ વકીલ ન આપવા બદલ ટીકા કરી અને કહ્યું કે તે મૂળભૂત માનવાધિકારના પાયાની વિરુદ્ધ છે.

ચિન્મય દાસના વકીલ રેગન આચાર્ય જેમણે પ્રથમ દિવસે દાસનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ, ત્યારે જ એક જુથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમની હાલત ગંભીર છે, હાલ તેઓ આઇસીયુમાં છે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार