सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાની અધ્યક્ષતામાં “હર ઘર તિરંગા” કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઇ

આજરોજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને ભાવનગર જિલ્લામાં ૧૦ થી ૧૩ ઓગસ્ટ,૨૦૨૪ દરમિયાન યોજાનારા “હર ઘર તિરંગા”નાં કાર્યક્રમના આયોજન અંગેની બેઠક યોજાઇ હતી.

સિદ્ધાર્થ ગોઘારી
  • Aug 3 2024 7:57PM

  કલેક્ટર આર.કે. મેહતાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં જન જનમાં રાષ્ટ્રભાવના જાગે તે માટે “હર ઘર તિરંગા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓ, ખાનગી કચેરી, ઔદ્યોગિક સંગઠનો, વ્યવસાયિક સંગઠનો આ અભિયાનમાં સહભાગી બને તેમજ  દરેક નાગરિક પોતાના ઘરે તિરંગો ફરકાવી અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 

“હર ઘર તિરંગા”નાં અભિયાનમાં ભાવનગર શહેરમાં ૨ કિ.મીની તિરંગા યાત્રા કાઢવા, દરેક નગરપાલિકા અને ગ્રામ પંચાયત ક્ષેત્રે તિરંગા યાત્રાનું આયોજન કરવા,શાળાઓમાં ચિત્ર સ્પર્ધા/ રંગોળી સ્પર્ધા યોજવા, પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ, તિરંગા સાથેના ફોટો સોશિયમ મીડિયામાં પોસ્ટ કરવાં, સ્વાતંત્ર્ય સેનાનીઓના થીમ આધારિત વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવાં, આઇકોનિક સ્થળોએ પણ "હર ઘર તિરંગા" અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા જરૂરી સુચનો કર્યાં હતાં. જિલ્લાના અધિકારીઓ/પદાધિકારીઓ સહિત જિલ્લાના નગરજનોને તિંરગા યાત્રામાં સહ પરિવાર સાથે સહભાગી થવા અપીલ કરી હતી.

 મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી. ઉપાધ્યાયે અને નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી.ગોવાણીએ આ યાત્રાના આયોજન અંગે માહિતી આપી હતી. મેયરશ્રી ભરતભાઇ બારડ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમનશ્રી  રાજુભાઇ રાબડીયાએ “હર ઘર તિરંગા”નાં અભિયાન અંગે જરૂરી સુચનો કર્યાં હતાં. 

 બેઠકમાં ધારાસભ્ય સેંજલબેન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકી, પોલીસ અધિક્ષકશ્રી  હર્ષદ પટેલ,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુ સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

                                

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार