મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર કુલ 50 કી.મી.ના નદી પરના બ્રિજ (વાયડક્ટ) અને 180 કિ.મીનું ફાઉન્ડેશન પૂર્ણ થયુ છે. જેમાં 22 એપ્રિલ 2023ના રોજની મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટની સ્થિતિ નીચે પ્રમાણે છે.
મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે નદી પરના બ્રિજ માટે 50 કિમીનો વિશાળ અને તે ભાગના લોખંડના ગર્ડર્સ મુકીને બીજો માઇલસ્ટોન સિધ્ધ કર્યો છે. જેમાં 50.16 કિમી નદીનાં બ્રિજ પૂરા કર્યા જે વડોદરા પાસે 9.1 કિમીનો સળંગ બ્રિજ સમાવે છે અને 41.06 કિમીના જુદા જુદા લોકેશન પર ઊભા કર્યા છે. 285 કિમી લાંબો પાઇલ બનાવવામાં આવ્યો છે, 215.9 કિમીનું ફાઉન્ડેશન તૈયાર કર્યું છે અને 182.4 કિમીમાં પાઇયર્સ (ખાંભા)નું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ગાર્ડર્સ કસ્ટિંગ- કુલ 1882 ગાર્ડર્સ 75.3 કિમીના ઉમેરવા માટે ગર્ડરનું કાસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાત અને દાદરા નગર હવેલીના 8 જિલ્લામાંથી પસાર થતી સમગ્ર રેલવે લાઇનનું કન્સ્ટ્રક્શન વર્ક પૂર જોશમાં ચાલુ છે. વાપીથી સાબરમતી વચ્ચેના 8 હાઇ સ્પીડ રેલવે સ્ટેશન પર બાંધકામ વિવિધ તબક્ક હેઠળ છે. સુરત ખાતે 250 મી.નો રેલવે લેવલ સ્લેબ, 150 મી. નો આણંદ ખાતે અને 50 મી.નો બીલીમોરા ખાતે હાઇ સ્પીડ રેલવે સ્લેબ તૈયાર કરવામાં આવ્યો છે. મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર પર આણંદ/નડિયાદ હાઈ સ્પીડ રેલનું પ્રથમ સ્ટેશન છે. જ્યાં રેલવેને જોડતા 425 કી મીની લંબાઈના નાના રસ્તા (સ્ટેશનના પ્રથમ લેવલ ) પુર્ણ કર્યા છે.
હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં અમદાવાદ ખાતે નાના રસ્તાનું લેવલ સ્લેબ 60 મી. છે અને સુરત ખાતે 300 મી.નું કન્સ્ટ્રક્શન વિગેરે તૈયાર કરેલ છે. મહત્વની અને મોટી નદીઓ એટ્લે કે નર્મદા, તાપી, માહિ અને સાબરમતિ પર બ્રિજનું કામ પ્રગતિમાં છે. એક પ્રથમ સળંગ બ્રિજ જાન્યુઆરી 2023માં પૂરો કર્યો છે. સિવિલ, બ્રિજ અને ટ્રેક કન્સ્ટ્રક્શન માટેનો સમગ્ર 352 કિમી વાયડ્ક્ટ, બ્રિજ, સ્ટેશનો અને ટ્રેક માટેનો સમગ્ર લાઇનનો 100% કોન્ટ્રાક્ટ, જે ગુજરાત અને દાદરા નગર હવેલીના 8 જિલ્લાઓમાંથી પસાર થાય છે, તે કોન્ટ્રાક્ટ 2 વર્ષ પહેલા (મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલનો (પ્રથમ સિવિલ કોન્ટ્રાક્ટ સી-4 પેકેજ 28 મી ઓક્ટોબર 2020 માં) આપેલ છે.