सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સુરતમાં 5 ભાષાની જાણકાર દેવાંશી સંઘવીએ દીક્ષા ગ્રહણ કરી

દીક્ષા લઈને દેવાંશી સંયમના માર્ગે પ્રયાણ કરતા સૌ કોઈ ભાવવિભોર થયા. દેવાંશી સંગીત, ભારતનાટ્યમ અને સ્કેટિંગમાં માહેર છે. 8 વર્ષથી 357 દીક્ષા દર્શન, 500 કિ.મી. પદયાત્રા કરી હતી.

Gabhru Bharvad
  • Jan 18 2023 12:35PM

સુરતના હીરાના વેપારી મોહનભાઈ સંઘવીની પૌત્રી અને ધનેશ-અમીબેનની 9 વર્ષની પુત્રી દેવાંશી દીક્ષા લીધી છે. દેવાંશીનો દીક્ષા મહોત્સવ 14 જાન્યુઆરીથી વેસુમાં શરૂ થયો હતો. આજે એટલે કે બુધવારે સવારે 6.30 વાગ્યાથી તેમની દીક્ષા શરૂ થઈ ગઈ હતી. દેવાંશી 35 હજારથી વધુ લોકોની હાજરીમાં જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા લીધી છે. દેવાંશીના પરિવારના સ્વ. તારાચંદનું ધર્મક્ષેત્રે પણ વિશેષ સ્થાન હતું. તેમણે શ્રી સમ્મેત શિખરનો ભવ્ય સંઘ કાઢ્યો અને આબુની ટેકરીઓ નીચે બનેલું સંઘવી ભેરુતારક તીર્થનું નિર્માણ કરાવ્યું હતું. સુરતમાં જ ગત રોજ દેવાંશીની વરસીદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. અગાઉ દેવાંશીની વરસીદાન યાત્રા મુંબઈ અને એન્ટવર્પમાં પણ થઈ હતી. દેવાંશી 5 ભાષામાં જાણકાર છે. તે સંગીત, સ્કેટિંગ, માનસિક ગણિત અને ભરતનાટ્યમમાં નિષ્ણાત છે. દેવાંશી પાસે વૈરાગ્ય શતક અને તત્ત્વાર્થ પ્રકરણો જેવાં મહાન પુસ્તકો છે l

તેણે ક્યુબામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. દેવાંશી રાજ્યના સૌથી જૂના હીરા બનાવતી કંપનીમાંથી એક સંઘવી એન્ડ સન્સના પિતામહ કહેવાતા મોહન સંઘવીના એકમાત્ર દીકરા ધનેશ સંઘવીની દીકરી છે. ધનેશ સંઘવી હીરા કંપનીના માલિક છે, તેમની દુનિયાભરમાં શાખા છે અને વાર્ષિક સો કરોડની આસપાસનું ટર્નઓવર છે. દેવાંશીની નાની બહેનનું નામ કાવ્યા છે. તેની ઉંમર પાંચ વર્ષ છે. હીરા વેપારી ધનેશ અને તેમનો પરિવાર ભલે ધનાઢ્યા હોય, પણ તેમની લાઈફસ્ટાઈલ ખૂબ જ સરળ અને સાદગીભરી છે l

આ પરિવાર શરૂઆતથી જ ધાર્મિક રહ્યો છે. 8 વર્ષની ઉંમર સુધીમાં દેવાંશીએ 357 દીક્ષા જોઈ છે, 500 કિમી ચાલી તીર્થસ્થાનોની મુસાફરી કરી અને ઘણા જૈન ગ્રંથો વાંચીને તત્ત્વ જ્ઞાન સમજ્યું. દેવાંશીનાં માતા-પિતા અમીબેન અને ધનેશભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે તેમની પુત્રીએ ક્યારેય ટીવી જોયું નથી, જૈન ધર્મમાં પ્રતિબંધિત વસ્તુઓનો ક્યારેય ઉપયોગ કર્યો નથી કે તેના પર અક્ષરો લખેલાં કપડાં ક્યારેય પહેર્યાં નથી. દેવાંશીએ માત્ર ધાર્મિક શિક્ષણમાં જ નહીં, પરંતુ ક્વિઝમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ અગાઉ મુંબઈ અને એન્ટવર્પમાં પણ દેવાંશીની ભવ્ય વરસીદાન યાત્રા નીકળી હતી l

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार