ખેડાની વાત્રક નદીમાં ગેરકાયદે રસ્તો બનાવી રેતી અને માટીની તસ્કરીનો આક્ષેપ
આ અંગે ઉચ્ચકક્ષાએથી તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે
ખેડા તાલુકામાંથી પસાર થતી વાત્રક નદીમાં ખનન માફિયાઓ દ્વારા નદીના વહેણને અવરોધીને વચ્ચોવચ્ચ રસ્તો બનાવી દેવાયો હોવાની ચર્ચા છે, આ અંગે ખાણ ખનીજ વિભાગની અને ભૂસ્તર વિભાગની રહેમ નજર હેઠળ ખનન માફિયાઓ બેફામ બન્યા હોવાના આક્ષેપો લાગ્યા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, લીઝના નિયમોનો ભંગ કરીને લીઝધારકો દ્વારા નદીની રેતી અને માટીનું બેફામ ખોદકામ કરવામાં આવતું હોવાના અને ઈસીના નિયમોનો ભંગ થઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે, ખાણ-ખનીજ વિભાગના કર્મીઓ કાર્યવાહીના નામે માત્ર દેખાડા કરી સ્થળ પર ખોટી માપણી પણ મેન્શન કરતા હોવાના આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યા છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प