सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બનાસકાંઠા પાલનપુર માવજત હોસ્પિટલ ખાતે ઓર્ગન ડોનેશન અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું

સેમિનાર થકી બનાસકાંઠા જિલ્લાના ડોકટરોને અંગદાનની પ્રકિયાને આગળ વધારવા તેમજ ટેકનિકલ સમજ અને માહિતી આપવામાં આવી હતી

ભુરપુરી ગોસ્વામી
  • Dec 4 2024 5:22PM

માવજત હોસ્પિટલ,IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન પાલનપુર) અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ઓર્ગન ડોનેશન અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું. 

આ સેમિનારનો મુખ્ય ઉદેશ્ય આઝાદીના અમૃત કાળમા અંગોની પ્રતીક્ષા કરી રહેલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થાય તેવા ઉદ્દેશ્ય સાથે બનાસકાંઠા જિલ્લાના ડોકટરોને અંગદાનની પ્રકિયાને વધુ આગળ વધારવા તેમજ ટેકનિકલ સમજ પુરી પાડવામાં આવી હતી. 

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ (દાદા) અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ૧૦૦થી વધારે ડોકટરો સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમને આગળ ધપાવતા દિલીપ દેશમુખએ પોતાના સાથે થયેલ અંગ પ્રત્યારોપણ તેમજ પોતાના અનુભવો થકી અન્ય જિંદગીઓ કેવી રીતે બચાવી શકાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ રાકેશ જોષી દ્વારા ઓર્ગન ડોનેશનનું મહત્વ તથા તેની સાથે જોડાયેલી તબીબી, કાનૂની અને નૈતિક બાબતો ઉપર માહિતી આપવામાં આવી હતી. 

IMA પાલનપુરના પ્રતિનિધિઓએ માવજત હોસ્પિટલના આ પ્રયાસની પ્રશંસા કરી અંગદાનના મહત્વ ઉપર ચર્ચા કરવામાં આવી અને આ પ્રવૃત્તિ આગળ વધારવા માટેનો સંકલ્પ દર્શાવ્યો હતો. ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતિ લાવવા માટે માવજત હોસ્પિટલના તમામ ડોકટરો, સહયોગી સંસ્થાઓ અને ટિમ પણ આ પ્રકારના પ્રયોગશીલ કાર્યક્રમો યોજવા માટે પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार