ઉમરેઠમાં વધતા જતા અપરાધિક બનાવોમાં વધુ એક ગંભીર ગુનાનો થયો ઉમેરો
અંકિત એવન્યુ સોસાયટી પાસે ખુલ્લેઆમ એક મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરી બે બાઈક સવાર રફુચક્કર થતા નગરમાં ચકચાર
ઉમરેઠમાં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી એટલી બધી અપરાધિક ઘટનાઓએ જોર પકડ્યું છે કે નગરજનો ભયમાં મુકાઈ ગયા છે. એક પછી એક ચોરીઓ થવાની અને બંધ મકાનોના તાળા તૂટવાની ઘટનાઓ તો રોકાઈ નથી રહી ત્યાં એક વધારાનો ગંભીર ગુનો થવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠ ખાતે અંકિત એવન્યુ પાસે જસોદાબેન પટેલ નામના મહિલા જમ્યા બાદ ચાલવા નીકળ્યા હતા. તે સમયે બે અજાણ્યા બાઈક સવાર તેમની પાસે આવ્યા અને જસોદાબેને ગળામાં પહેરેલી સોનાની ચેન તોડીને રોડ ઉપર ભાગી ગયા. પીડિત મહિલા દ્વારા એકાએક આવું થતા બુમાબુમ કરતા ત્યાં આજુબાજુ રહેતા લોકોનું ટોળું એકઠું થઇ ગયું. આ ઘટનાની જાણ પોલીસને કરાતા ઉમરેઠ પોલીસ તરત ઘટના સ્થળે દોડી આવી અને પીડિત મહિલાનું નિવેદન લઈને કાયદેસરની કાર્યવાહી શરુ કરાઈ. ઉમરેઠના રહેવાસી વિસ્તારમાં આવી ચેન સ્નેચિંગની ઘટના થવાંથી આજુબાજુનાં રહીશો ડઘાઈ ગયા અને હવે પોતાના જ ઘરની બહાર સોનાનુ ઘરેણું પહેરીને ના નિકલાય તેવો ગણગણાટ શરુ થઇ જવા પામ્યો હતો.
ઉમરેઠ નગરમાં છેલ્લા લાંબા સમયથી ચોરીઓ, ગેરકાયદેસર વ્યાજખોરીથી આત્મહત્યા, ત્યજી દેવામાં આવેલ મૃત ભ્રુણ જેવા ગુનાઓ અટકી નથી રહ્યા તેવામાં ચેન સ્નેચિંગનાં ગુનાએ નગરનું વાતાવરણ ભય જનક કરી દીધું છે. લોકો હવે પ્રશ્નો કરી રહ્યા છે કે ઉમરેઠમાં પોમીસકર્મીઓ સક્રિય હોવા છતાં શા માટે ગુનાઓ રોકાઈ નથી રહ્યા ! પોલીસ હોવા છતાં જો હવે મહિલાઓએ સાંજ પડે એકલા નીકળવાનું બંધ કરવું પડે અને મહિલાઓએ ઘરેણાં ઉતારીને બહાર નીકળવું પડે તો કાયદા અને વ્યવસ્થાની શું પરિસ્થિતિ હશે ઉમરેઠમાં.
હવે ઉમરેઠના લોકો આગ્રહ પૂર્વક અપેક્ષા રાખી રહ્યા છે કે પોલીસકર્મીઓ દ્વારા કડકાઈ પૂર્વક કાયદો લાગુ કરાય અને ઉમરેઠમાં ગુનાઓ આચરી રહેલા ગુનેગારોને કડક સજા અપાવે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प