सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જે ભગવાન શ્રી રામને નથી માનતા તેમને મહાકુંભમાં દુકાન ન આપવી જોઇએ: પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું મહાકુંભમાં બીન હિન્દુઓને દુકાન ન આપવી જોઇએ, તેમજ બિન હિન્દુઓને પ્રવેશ પણ ન આપવો જોઇએ

Jashu Bhai Solanki
  • Nov 5 2024 9:35AM

મહાકુંભના મેળાને લઇને અખાડાના સૂચનોને બાગેશ્વર ધામના પીઠાધારી પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંજુરી આપી દીધી છે. તેમણે કહ્યું છે, કે મહાકુંભમાં લઘુમતીઓને પ્રવેશ ન આપવો જોઇએ. મહાકુંભમાં તેમને દુકાન પણ ન આપવી જોઇએ. જે સનાતન ધર્મ વિષે નથી જાણતા તે મહાકુભાં દુકાન કેવી રીતે ચલાવી શકે.

પ્રવેશ પર પયમ પ્રતિબંધ લગાવવો જાઇએ 
પ્રયાગરાજમાં થનારા મહાકુંભ અંગે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અખાડા પરિષદની માંદ બિલકુલ સાચી છે, મહાકુંભમાં બિન હિન્દુઓને દુકાન ન આપવી જોઇએ. આ ઉપરાંત બિન હિન્દુઓને પ્રવેશ પણ ન આપવો જોઇએ. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ અમિતાભ બચ્ચનની ફિલ્મનું ગીત ગાયું. તેમણે કહ્યું કે 'મેરે અંગને મેં તુમારા ક્યા કામ હૈ....', જ્યારે બિન-હિંદુ ભગવાન રામના કામના નથી તો પછી તેમનું મહાકુંભમાં શું કામ છે?"

થૂંક કાંડથી લેવા જોઇએ બોધપાઠ
બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એ પણ કહ્યું, "પૂર્વમાં થૂક કાંડ સામે આવી ચૂક્યા છે. આવા કેસોથી બોધપાઠ લેવાની જરૂર છે. જેમને સનાતન ધર્મ વિશે જાણકારી નથી, તેઓ સનાતની લોકોની વચ્ચે બેસીને વ્યાપાર પણ નહીં કરી શકે. આથી મહાકુંભમાં અખાડાના નિર્ણયનું તેઓ સ્વાગત કરે છે."

મહાકુંભની શરૂઆત પોષ પૂર્ણિમા સ્નાનથી થાય છે, જે 13 જાન્યુઆરી 2025ના રોજ છે. મહાશિવરાત્રીના દિવસે 26 ફેબ્રુઆરી 2024ના રોજ અંતિમ સ્નાન સાથે કુંભ ઉત્સવનું સમાપન થશે. આ સમયગાળા દરમિયાન, શાહી સ્નાનની કેટલીક તારીખો, આ દિવસે સ્નાન કરવાથી વિષેશ પુન્ય મળે છે. 

14 જાન્યુઆરી 2025 - મકરસંક્રાંતિ

29 જાન્યુઆરી 2025 - મૌની અમાવસ્યા

3 ફેબ્રુઆરી 2025 - વસંત પંચમી

12 ફેબ્રુઆરી 2025 - માઘી પૂર્ણિમા

26 ફેબ્રુઆરી 2025 - મહાશિવરાત્રી

મહાકુંભનો સંબંધ સમુદ્રમંથન સાથે છે. સમુદ્ર મંથન દરમિયાન અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 દિવસ સુધી સતત સંઘર્ષ ચાલતો હતો અને વિષ્ણુના કહેવાથી ગરુડે અમૃતનો કળશ લીધો હતો. જ્યારે રાક્ષસોએ ગરુડ પાસેથી અમૃતના ઘડાને છીનવી લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે ઘડામાંથી અમૃતના થોડા ટીપા છલકાયા અને અલ્હાબાદ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં પડ્યા. આ જ કારણ છે કે મહાકુંભ દરમિયાન હરિદ્વારમાં ગંગામાં, ઉજ્જૈનમાં શિપ્રામાં, નાસિકમાં ગોદાવરી અને અલ્હાબાદમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે તેનાથી અમૃત પ્રાપ્ત થાય છે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार