અમદાવાદમાં દિવાળીના ફટાકડાને કારણે હવા પ્રદુષણમાં વધારો જોવા મળ્યો છે. હાલમાં અમદાવાદમાં એક્યુઆઇ 171 નોંધાયો છે. જ્યારે સૌથી પ્રદુષિત મણીનગરમાં 199 ઓક્યુઆઇ નોંધાયો છે. રાજ્યમાં હાલ દિવાળીની ઉજવણી ચાલી રહી છે. આજે પણ બપોર સુધી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આજે પણ અનેક જગ્યાએ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે આવતી કાલે ગુજરાતીઓ ધામધુમથી નવા વર્ષની ઉજવણી કરશે.
હાલ દિવાળીના કારણે અમદાવાદમાં ફટાકડા ફોડવાથી હવાની ગુણવત્તામાં બગાડ થયો છે. હાલમાં અમદાવાદમાં એક્યુઆઇ 171 નોંધાયો છે. જ્યારે સૌથી પ્રદુષિત મણીનગરમાં 199 એક્યુઆઇ નોંધાયો છે. આ ઉપારાંત અમદાવાદમાં ચાંડખેડા અને બોપલમાં 185 એક્યુઆઇ નોંધાયો હતો. ઈસરો 176, એરપોર્ટ 119 એક્યુઆઇ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરના ગીફ્ટ સિફ્ટમાં 197 એક્યુઆઇ નોંધાયો છે. જે લોકો માટે શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી કરે છે. અમદાવાદ તંત્ર દ્વારા લોકોને કામ સિવાય ઘરની બહાર ન જવાની અપીલ કરવામાં આવી છે.
ફાયર વિભાગમાં 80 ઈમરજન્સી કોલ આવ્યા
બીજી તરફ અમદાવાદમાં ફાયર બ્રિગેડને સંખ્યાબંધ નાની મોટી આગના કોલ આવ્યા હતા. તમામ સ્થળોએ ફાયર બ્રિગેડની ટીમો આગ બુઝવવા પહોંચી હતી. અમદાવાદ ફાયરબ્રિગેડને 80 ઈમરજન્સી કોલ આવ્યા હતા. આ ઉપરાંત કચરામાં આગ લાગવાના 35 કોલ આવ્યા હતા. મકાનમાં 20, દુકાનમા આગ લાગવાના 8 કોલ આવ્યા હતા. તેમજ ફેકટરીમાં આગ લાગવાના 2 ફોન આવ્યા હતા. જ્યારે શોર્ટ સર્કિટથી આગ લાગવાના 03 કોલ આવ્યા હતા. આ તમામ કેસમાં વધારે પડતી આગ ફટાકડાને કારણે લાગી હોવાનું સામે આવ્યું છે.