सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડતાલ : શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની આમંત્રણ સભા લંડનમાં યોજાઈ

જેમા વ્યાસપીઠ પરથી વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો સંત સ્વામીએ વડતાલઘામ મહિમા કથામૃતનું રસપાન કરાવ્યુ

યેશા શાહ
  • Jun 27 2024 5:57PM
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલઘામને આંગણે આગામી નવેમ્બરમાં આવી રહેલ શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની આમંત્રણ સભા લંડનમાં યોજાઈ ગઈ. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશાળ અનુયાયીવર્ગ લંડનમાં રહે છે તે સહુ સત્સંગીઓને આમંત્રણ આપવા માટે ત્રિદિનાત્મક સત્સંગસત્રનું આયોજન વડતાલઘામ લંડન સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવેલ જેમા વ્યાસપીઠ પરથી વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો સંત સ્વામીએ વડતાલઘામ મહિમા કથામૃતનું રસપાન કરાવ્યુ હતુ. 

વડતાલ મંદિરના બસો વર્ષની ઉજવણીમાં દેશ વિદેશના સહુ શ્રદ્ધાળુઓને આમંત્રણ આપવા માટે મોટી સંખ્યામાં સંતો દેશ વિદેશમાં વિચરણ કરી રહ્યા છે.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, નિત્યસ્વરૂપ સ્વામી , નૌતમ સ્વામી, પી પી સ્વામી વગેરે સંતો અમેરિકામાં સત્સંગીઓના ઘર ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 

લંડનમા પણ ઘણા સંતો સતત કથાવાર્તા પ્રવચનોના માધ્યમે ઉત્સવું આમંત્રણ પાઠવી રહ્યા છે. 
વડતાલધામ સત્સંગ મંડળે ટીમવર્ક કરીને વ્યવસ્થિત આયોજન કર્યું હતું. શ્રી સનાતન મંદિરના સભાગૃહમાં કથા અને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પ્રસંગે દેશથી ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી , શુકદેવ સ્વામી , વિવેકસાગર સ્વામી સારંગપુર , શ્રી માધવપ્રિય સ્વામી એસજીવીપી, શ્રીહરિવલ્લભ સ્વામી હરિદ્વાર શ્રીશુકવલ્લભ સ્વામી વડોદરા , શ્રી હરિગુણ સ્વામી ઉમરેઠ , શ્રી પ્રિયદર્શન સ્વામી  વડોદરા , શ્રી પવન સ્વામી કલાલી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार