सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Gujarat: દિવાળીના દિવસે ઇમરજન્સી કેસમાં અત્યંત વધારો, 4000થી વધુ કોલ નોંધાયા

ગુજરાતમાં દિવાળીના દિવસે જ રાજ્યભરમાંથી અંદાજીત 4800 ઇમરજન્સી કોલ નોંધાયા

Jashu Bhai Solanki
  • Nov 1 2024 10:49AM

ગુજરાતમાં તહેવારના ટાણે જ અનેક આકસ્મિક ધટના બની છે, જેના કારણે ઇમરજન્સી કોલમાં પણ એકાએક વધારો થયો છે. 31 ઓક્ટોબરે દિવાળીના દિવસે જ રાજ્યભરમાથી 4800 જેટલા ઇમરજન્સી કોલ નોંધાયા હતા.

અમદાવાદમાં બમણા કોલ આવ્યા 
સામાન્ય દિવસોમાં 1800થી 2000 ઇમરજન્સી કોલ આવતા હોઇ છે. પરંતુ દિવાળીના દિવસે આ કેસમાં વધારો જોવા મળ્યો હતો. એકલા અમદાવાદ શહેરમાંથી જ 900 જેટલા કોલ આવ્યા હતા. શહેરમાં સામાન્ય દિવસોમાં 500 જેટલા કોલ આવતા હોઇ છે. દિવાળીના દિવસે એકસ્માત અને ફટાકડાથી દાઝી જવાના કેસમાં વધારો થયો હતો. જેને કારણે સામાન્ય દિવસોની સરખામણીમાં અમદાવાદમાં બમણા કોલ આવ્યા હતા.

આ ઉપરાંત રાજકોટ, સુરત તેમજ અન્ય મોટા સીટીમાંથી પણ ઇમરજન્સી કોલમાથી વધારો થયો હતો. જેમા વધારે પડતા કોલ ફટાકડા ફોડતી વખતે દાઝી જવાના કોલ નોંધાયા હતા. તેમજ તહેવારના સમયમાં અકસ્માતમાં પણ વધારો નોંધાયો હતો.

અમદાવાદની કબાડી માર્કોટમાં આગમાં અનેક દુકાનો બળીને ખાક 
દિવાળીના સમયમાં જ આગની ધટનાઓમાં પણ વધારો જોવા મળે છે. ત્યારે અમદાવાદમાં દિવાળીના દિવસે જ આગની ધટના બની હતી. જેમાં શહેરના મિર્ઝાપુર વિસ્તારમાં કબાડી માર્કેટમાં આગ લાગતા સમગ્ર માર્કેટ બળીને ખાક થઇ ગઇ હતી. અમદાવાદમાં આગની ઘટના પ્રકાશમાં આવી હતી. શહેરના હાર્દસમા અને લોકોની ભારે અવરજવરથી ભરેલા માર્કેટમાં આગનો બનાવ ઘટ્યો હતો. આગ એટલી ભયંકર હતી કે જેના કારણે સમગ્ર માર્કેટને પોતાની ઝપેટમાં લીધું હતું. ફટાકડાના કારણે દુકાનોમાં આગ લાગી હતી. જેમાં અનેક દુકાનોમાં આગ લાગતા નાસભાગ મચી હતી.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार