सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કપડવંજ પંથકમાં શક્કરિયા અને બટાકાની ઉપજ સમેટવામાં ધરતીપુત્રો વ્યસ્ત

શિવરાત્રીના દિવસોમાં સારા ભાવ મળવાની અપેક્ષા

સુરેશ પારેખ
  • Feb 21 2025 6:35PM
કપડવંજ પંથક તેમજ વાત્રક કાંઠા વિસ્તારમાં શિવરાત્રીના દિવસો નજીકમાં હોઇ શક્કરિયાનો પાક તેમજ બટાકા જમીનમાંથી કાઢી ઉપજને બજારમાં લઈ જવામાં ધરતીપુત્રો વ્યસ્ત બન્યા છે. શિવજીની ભક્તિનું પાવન પર્વ મહાશિવરાત્રી નજીકના દિવસોમાં હોઇ આ સમયમાં સારા ભાવ મળવાની અપેક્ષાએ આ પંથકના ધરતીપુત્રો શક્કરિયા તેમજ બટાકાના ઉત્પાદનને સમેટવાની તૈયારીમાં લાગી ગયા છે. હાલ શક્કરિયાના એક મણના ₹400 ભાવ છે નવાગામના  ખેડૂત કિરીટભાઈ પટેલના જણાવ્યા મુજબ ગત વષૅ કરતો આ વર્ષે શક્કરિયાના ઉત્પાદનમાં સારી ઉપજ મળી રહેશે અંદાજે એક વીઘા એ 250 મણથી પણ વધારે ઉતારો શક્કરિયાનો પાક આપી રહ્યો છે. સામાન્ય દિવસોમાં શક્કરિયાની કિંમત બજારમાં ઓછી જોવા મળે છે પરંતુ મહાશિવરાત્રીના દિવસોમાં શક્કરિયા બાફીને તેમજ શેકીને ખાવાની પરંપરા હોઇ આ દિવસોમાં એની માંગ વધારે રહેશે. આ દિવસોમાં શક્કરિયાનો ભાવ પણ સારો એવો મળતો હોઇ પંથકના ધરતીપુત્રો શક્કરિયા ની મીઠાશ બજાર સુધી પહોંચાડવામાં મશગુલ બન્યા છે. જે પ્રસ્તુત તસવીરમાં દેખાઈ રહ્યું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार