सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લાના ઠાસરા-ગળતેશ્વરમાં ૩૧ માર્ચથી સિંચાઈ પાણી બંધ થતાં ખેડૂતોની આંદોલનની ચીમકી

ખેડૂતોનું કહેવું છે કે પાણી વહેલું બંધ થવાથી તેમનો પાક સુકાઈ જવાની શક્યતા છે

યેશા શાહ
  • Mar 27 2025 1:31PM
ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં સિંચાઈનું પાણી ૩૧ માર્ચથી બંધ કરવાની તંત્રની જાહેરાતથી ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તંત્રએ અગાઉ ૧૫ એપ્રિલ સુધી પાણી આપવાની બાંહેધરી આપી હતી. કાલસર, હુણાદરા, આગરવા, જાખેડ, નેશ અને રખિયાલ સહિતના ગામોના ખેડૂતોએ સિંચાઈના પાણીની આશાએ ડાંગરની વાવણી કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે પાણી વહેલું બંધ થવાથી તેમનો પાક સુકાઈ જવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં તેઓ ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે.

મહી કેનાલમાંથી સિંચાઈનું પાણી મેળવતા આ વિસ્તારના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકાર વારંવાર ૧૫ એપ્રિલ સુધી પાણી આપવાનું વચન આપે છે. પરંતુ પછીથી ૧૫ દિવસ વહેલું બંધ કરીને તેમને મુશ્કેલીમાં મૂકી દે છે. આ મામલે નડિયાદના ઈજનેર કે.સી. ચૌહાણે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય રીતે ૧૫ માર્ચે પાણી બંધ કરવામાં આવે છે. આ વર્ષે ૩૧ માર્ચ સુધી પાણી આપવામાં આવશે. કેનાલની મરામત અને સફાઈની કામગીરી માટે પાણી બંધ કરવું જરૂરી છે. તેમણે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી વચલો રસ્તો કાઢવાની ખાતરી આપી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार