ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યનો પ્રારંભ થયો છે. દૂધ ઉત્પાદકોની સંસ્થા માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રના દૂધને સમુદ્રી માર્ગે દક્ષિણ ગુજરાત પહોંચાડવાનું શરૂ કરાતી દૂધ પરિવહન ક્ષેત્રે ઇતિહાસ રચાયો છે. આ ઐતિહાસિક કાર્યથી સમયમાં બચત અને પરિવહન ખર્ચમાં તો ઘટાડો થશે , પરંતુ તેની સાથે સાથે કાર્બન ઉત્સર્જન ઘટતા પર્યાવરણનું પણ રક્ષણ પણ થશે .આત્મનિર્ભરતા અને ડિજિટલાઈઝેશન ક્ષેત્રે ઊંચી ઉંડાન ભરીને માહી ડેરીએ અન્યો માટે રાહ ચિંધ્યો છે.
માહી ડેરી , ડેરી સેક્ટરમાં સરળતા અને સુગમતા ઉભી કરવા અનેક કાર્યો હાથ ધર્યા છે ત્યારે દૂધ પરિવહન ક્ષેત્રે પણ માહી ડેરીએ નવો ઇતિહાસ રચ્યો છે. ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાની શરૂઆત કરી છે.
એન.ડી.ડી.બી.ના ચેરમેન ડો. મીનેશ શાહના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો , દૂધને જળમાર્ગે સુરત પહોંચાડવાના આ કાર્ય અંતર્ગત સમયની બચત સાથે દૂધ ઝડપથી પહોંચતા તેની ગુણવત્તા પણ વધુ સારી રાખી શકાશે.
માહી ડેરીએ દૂધ એકત્રીકરણ કેન્દ્રો, દૂધ શીત કેન્દ્રો તેમજ પશુદાણ ફેકટરીમાં સોલાર પાવર સિસ્ટમનો ઉપયોગ શરૂ કરેલો છે. આ સોલાર પાવર સિસ્ટમના કારણે રિન્યુએબલ એનર્જીનો વપરાશ વધતા વાતાવરણમાંથી કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડવામાં ડેરીએ નોંધપાત્ર પ્રદાન કર્યુ છે. આ ઉપરાંત, બાયોગેસ પ્લાન્ટની સ્થાપનાને પ્રાથમિકતા આપી ખેડૂતોને બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવા વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવી રહ્યા છે. તેને ધ્યાને લઈને અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં કુલ મળીને ૪૭૩ બાયો ગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. તેના થકી રસોઈ માટે વપરાતા ઈધણ અને વીજ પ્રકાશ બાબતે અનેક ખેડૂતો આત્મનિર્ભર બની શક્યા છે. બાયો ગેસ પ્લાન્ટમાં પશુઓના છાણ અને અન્ય કચરાનો ઉપયોગ કરાતા ગામડાઓમાં સ્વચ્છતા તો વધી જ છે પરંતુ તેની સાથે સાથે પર્યાવરણમાંથી કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાયું છે .
કાચા દૂધને સમુદ્રી માર્ગે ભાવનગર થી સુરત મોકલી અને તેના થકી સમય અને ખર્ચમાં બચતની સાથે પર્યાવરણ ક્ષેત્રે પણ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેના કાર્યનો સૌ પ્રથમવાર પ્રારંભ કરાતા કેન્દ્ર સરકારના કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસોને વધુ વેગ મળશે.
બાઈટ : ડો.મિનેશ શાહ , ચેરમેન NDDB