सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

EPS-95 પેન્શનરોની માંગણીઓને લઈ લઘુત્તમ પેન્શન વધારવા માટે શ્રમ મંત્રીનું હકારાત્મક વલણ

શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ દેશના 78 લાખ EPS-95 પેન્શનરોની માંગણીઓ પર સકારાત્મક વલણ અપનાવ્યું હતું, જેમાં લઘુત્તમ પેન્શનમાં વધારો, પતિ પત્નીને મફત તબીબી સુવિધાનો લાભ અને ઉચ્ચ પેન્શન માટેની અરજીઓમાં ભૂલોમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે, અને તેના ઝડપી નિરાકરણની ખાતરી આપી હતી.

સિદ્ધાર્થ ગોઘારી
  • Feb 24 2025 2:38PM
   ઘણા વર્ષોથી દેશના 78 લાખ વૃદ્ધ પેન્શનરોના કલ્યાણ માટે લડી રહેલાં EPS 95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉતે જણાવ્યું હતું કે, માનનીયશ્રી શ્રમ મંત્રી અને નાણામંત્રી સાથેની તાજેતરની બેઠકોમાં ટૂંક સમયમાં લઘુત્તમ પેન્શનમાં વધારો કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારના બજેટમાં આની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.  

શ્રમ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ સંજોગોને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં 20 ફેબ્રુઆરીએ સંઘર્ષ સમિતિના પ્રતિનિધિમંડળ સાથે બેઠક નક્કી કરવામાં આવી હતી, પરંતુ સમિતિના પ્રતિનિધિઓ દૂરના સ્થળોએથી દિલ્હી પહોંચી શક્યા ન હોવાના કારણે બપોરે 2.30 વાગ્યે શ્રમ મંત્રાલયમાં બેઠક યોજાઈ હતી. 

જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉત, રાષ્ટ્રીય મહાસચિવ વીરેન્દ્ર સિંહ રાજાવત અને રાષ્ટ્રીય સચિવ રમેશ બહુગુણા ઉપસ્થિત રહેલ. મનસુખભાઈએ કહ્યું હતું કે, "તમારી માંગણીઓ પૂરી કરવામાં વિલંબ થઈ રહેલ છે, પરંતુ તમારું કામ કોઈપણ સંજોગોમાં થશે  વૃદ્ધોના જીવનને સુધારવા માટે તે સતત કાર્યરત છે, તેમની તબીબી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને ઉચ્ચ પેન્શનના મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારણા કરીને વ્યાપક સુધારા કરવામાં આવશે".

પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે, વારંવાર આશ્વાસન સિવાય અન્ય નિર્ણય ન થતાં પેન્શનરોમાં અસંતોષ વ્યાપક છે, તેથી આ અંગે ઝડપથી અને નક્કર નિર્ણયો લેવાની જરૂર છે.

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार