सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જિલ્લા કલેકટર આર.કે.મહેતાએ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી પરીક્ષાની શુભેચ્છા પાઠવી

ભાવનગર જિલ્લામાં ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓમાં 2,216 બ્લોકમાં કુલ-61,057 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સિદ્ધાર્થ ગોઘારી
  • Feb 27 2025 3:32PM
પરીક્ષા કેન્દ્રો પર CCTV, આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે


આજથી શરૂ થનારી ધો.10 અને 12(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ,જિલ્લા,તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા અને  વિદ્યાર્થીઓને લેવા જતી બસ કોઇપણ કારણોસર બંધ પડે તો તાત્કાલિક અન્ય બસોની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવા, વીજ પુરવઠો સતત જળવાઇ રહે તે જોવાની સાથે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવેલ છે .
ભાવનગર જિલ્લામાં ધો.10ના 37,373 ધો.12 (સામાન્ય પ્રવાહ)ના 17,318 તથા ધો-12 (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં 6,366  પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ધો.10 માટે 141 બિલ્ડીંગ, 1319 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તેવી જ રીતે ધો-12 (વિજ્ઞાન પ્રવાહ) માટે ૩૦ બિલ્ડીંગ, 321 બ્લોક અને ધો-12 (સામાન્ય પ્રવાહ) માટે 62 બિલ્ડીંગ, 576 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ પર CCTV કેમેરાની બાજ નજર રહેશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार