सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાટણ ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમીતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સુદર્શન ટીમ
  • Mar 29 2025 5:21PM
આ બેઠકમાં ધારાસભ્યઓની રજૂઆતના પગલે જિલ્લા કલેકટર અરવિંદ વિજયને જિલ્લા વહીવટી તંત્ર તરફથી સમયસર વિગતો ધારાસભ્યઓને મળી રહે તે માટે સૂચનાઓ આપી હતી. ઉપરાંત વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલ, નિવૃત થયેલ સરકારી કર્મચારીઓના પડતર પેન્શન કેસની વિગતો વગેરે જેવા વિવિધ વિભાગોને સંલગ્ન પ્રશ્નોની જિલ્લા કલેકટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. 

આજની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પાટણ ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, ચાણસ્મા ધારાસભ્ય દીનેશજી ઠાકોર,  જિલ્લા વિકાસ અધિકારી સી. એલ.પટેલ, જિલ્લા પોલીસ વડા વી.કે.નાયી, નિવાસી અધિક કલેક્ટર વી.એલ.બોડાણા, મદદનીશ કલેકટર કુ. હરિણી કે.આર, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદાર સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार