કપડવંજની સાગર બેકરીના શબ્બીરહુસેન તથા ઈરસાદહુસેનની કમાલ
સીએ ફાઈનલ લેવલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ઈરસાદહુસેન હુસેને પેઢીગત બેકરીના ધંધાનુ કર્યુ એક્સપાન્શન
પીએફએમઈ યોજના અંતર્ગત ઈરસાદહુસેન અને શબ્બીર હુસેનને બેકરી પ્રોજેક્ટ માટે મળી રૂ. ૧૦ લાખની સબસીડી સહાય
સુવિખ્યાત ફ્રેન્ચ લેખક આન્દ્રે ગિડે કહે છે કે કિનારાને છોડવાના સાહસ વિના માણસ સમુદ્રની નવી ક્ષિતિજો શોધી શકતો નથી. શું આ વાત આપણા જીવનમાં પણ લાગુ નથી પડતી ? ત્યારે આજે વાત કરીએ ખેડા જિલ્લાનાં કપડવંજ તાલુકાનાં એક નવયુવાનની જેણે પોતાના બાપ-દાદાનાં બેકરીનાં ધંધામાં નવા આયામો પર પહોંચવા એક ડગલું સાહસનું ભર્યુ છે. અને જેનાં સાહસને બિરદાવતા ખેડા જિલ્લાની બાગાયત કચેરી દ્વારા પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીંગ અંતર્ગત બેકરીના સાધનો વસાવવા રૂ. ૧૦ લાખની માતબર સબસીડી સહાય આપી આ યુવાનનાં સાહસને સન્માન આપ્યું છે.
ફ્કત ૨૫ વર્ષીય ઈરસાદ શબ્બીર હુસેન હાલ અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં સીએ ફાઈનલ લેવલમાં અભ્યાસ કરી રહ્યા છે. કહે છે કે મોરનાં ઈંડા ચિતરવા ન પડે. ચાર પેઢીથી બેકરીનો ધંધો કરતા ઈરસાદહુસેન પોતે કોઈ અન્યને ત્યાં જોબ કરવા ન માંગતા હતા આ વાત સ્વાભાવિક છે. આમ અભ્યાસના થોડા વર્ષોમાં જ ઈરસાદહુસેને મનમાં પોતાના પેઢીગત વ્યવસાયમાં જોડાવાનો નિર્ધાર કર્યો અને આશરે દોઢેક વર્ષ પહેલા તેઓ તેમના પિતા શબ્બીર હુસેન સાથે કપડવંજમાં મહાત્મા ગાંધી સ્ટેચ્યુ, પાસે બિસ્કીટ ગલી ખાતે સાગર બેકરીમાં સક્રિય રીતે જોડાયા. અત્યારે “પાવ વાલે સાગર બેકરી” તેમજ “કુકીસ્લાઇસ” એમ બે બ્રાન્ડથી પોતાનું બેકરી પ્રોડક્ટસનું વેચાણ કરે છે.
આધુનિક ટેકનોલોજીથી સહજ અને નવી જનરેશનના ઈરસાદહુસેને પોતાના પારંપરીક વ્યવસાયને એક્સપાન્શન કરવાનું વિચાર્યુ. બેકરીનાં વ્યવસાયમાં વધતી જતી કોમ્પીટીશન અને બદલાતા માર્કેટ પ્રવાહમાં ટકી રહેવા માટે કઈંક નવુ ટ્રાય કરવાનો આઈડીયા તેમને આવ્યો. જેમાં મિલેટ્સના બિસ્કીટ બનાવી આ નવી બેકરી પ્રોડક્ટ લોન્ચ કરવાનું તેમણે નકકી કર્યુ. પરંતુ આ માટે તેમને મોટી મશીનરીની ખરીદી કરવી પડે! બેકરી પ્રોજેક્ટ એક્સપેન્સનમાં ઓછામાં ઓછું રૂ. ૩૦ લાખ રૂપિયાના રોકાણની જરૂર ઉભી થઈ. ત્યારે આ સમયે મુંઝવણમાં પડેલ આ યુવાનની મદદે આવી સરકારની પીએફએમઈ યોજના.... જેના અંતર્ગત ખેડા જિલ્લા નોડલ એજન્સી બાગાયત ખાતા દ્વારા ઈરસાદહુસેન અને શબ્બીર હુસેનને રૂ. ૧૦ લાખની સબસીડી આપી છે. જેના માટે ઈરસાદહુસેન અને શબ્બીર હુસેન ગુજરાત સરકાર અને બાગાયત ખાતું, ખેડાનો ખુબ આભાર વ્યક્ત કરે છે.
આજે તેમની પાસે કુલ ૩૨ લાખ પ્રોજેક્ટ કોસ્ટ વાળા બેકરી હાઉસમાં કૂકીઝ ઓવન, ઓટો રાઉન્ડ મશીન, કુકીજ પ્રોડકશન લાઇન સહિતના અત્યાધુનિક બેકરી મશીનો ઉપલબ્ધ છે. તેમની પ્રોજેક્ટ કોસ્ટમાં કપડવંજ એસબીઆઈ બેન્ક દ્વારા તેમને રૂ. ૨૯ લાખની લોન આપવામાં આવી છે.
આજે ઈરસાદહુસેન તેમના પિતા શબ્બીર હુસેન, અને નાની બહેન મહેરાજ શેખ સાથે બેકરીમાં કામ કરે છે. નવા મશીનની મદદથી આજે તેઓ મેન્યુઅલ કામકાજથી ઓટો સંચાલિત કામકાજ કરતા થયા છે.
તેઓ બેકરીમાં ખારી, ટોસ, નાનખટાઈ, પાંઉ, ક્રીમ રોલ, મિલેટ્સ કુકીઝ,રેગ્યુલર કુકીઝ સહિતની અનેક પ્રોડક્ટસ બનાવે છે અને તેનું વેલ્યુ એડિશન કરી બજારમાં સારી કિંમતે વેચાણ કરે છે.
આજે સાગર બેકરીની પ્રોડક્ટસ વડોદરા અને અમદાવાદ જેવા મહાનગરો સુધી પહોંચી છે. વડોદરા ખાતે યોજાયેલ મિલેટ્સ મહોત્સવામાં પણ સાગર બેકરીને સ્ટોલ આપવામાં આવે છે. જયાં તેઓ મિલેટ્સ કુકીઝનું વેચાણ કરી સારી આવક મેળવે છે.
ઈરસાદહુસેનને બેકરીમાં એક્ટીવલી કામ કરતા જોઈને તેમના પિતા શબ્બીરહુસેન ગર્વ અનુભવે છે. તેઓ જણાવે છે અગાઉ તેમના પિતાના સમયમાં હાથ બળ અને મજૂરી દ્વારા તેમણે બેકરીનો ધંધો કરેલો છે. અને આજે આ નવી મશીનરીથી તેમનું બેકરીમાં હેન્ડ ટચ કામ ખુબ જ ઘટી ગયુ છે. જેના લીધે બેકરી પ્રોડક્ટની ગુણવત્તા અને ઉત્પાદકતા વધી છે. અને આજે તેઓ અમદાવાદ સુધી બેકરી પ્રોડ્ક્ટસના વેચાણ દ્વારા એક મોટા ગ્રાહક વર્ગ સાથે સરળતાથી ધંધો કરી શકે છે.
ઈરસાદહુસેન પોતાના કામથી ખુબ જ ખૂશ છે. હાલમાં તેમનું વાર્ષિક ટર્ન ઓવર આશરે રૂ. ૨૫ લાખ છે અને આવનાર સમયમાં સાગર બેકરીમાં વાર્ષિક રૂ. ૫૦ લાખનું ટર્ન ઓવર કરવાનો લક્ષ્યાંક સાથે તેઓ ધંધામાં આગળ વધી રહ્યા છે.
નોંધનીય છે કે, પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીંગ યોજના અંતર્ગત માઇક્રોફુડ પ્રોસેસિંગ કરવા માંગતા નાના યુનિટોને સરકારશ્રી દ્વારા ૩૫% અથવા ૧૦ લાખ રૂપિયા બે માંથી જે ઓછું હોય તે બેંક એન્ડેડ સહાય આપવામાં આવે છે. માઇક્રોફુડ પ્રોસેસિંગ યુનિટ જેમ કે ખાખરા, પાપડ, બેકરીના ઉત્પાદનો, મિલેટ્સ ઉત્પાદનો, ઓઇલમીલ વગેરે જેવા યુનિટ આવરી લેવામાં આવે છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प