सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાટણ માં ઉજવાયો ૧૨૮૦ મો સ્થાપના દિન

રાણીની વાવનો થયો સુરોથી શણગારઃ સુપ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીરના સુરોમાં રંગાઈ રાણીની વાવ

ભરત પંચાલ
  • Feb 21 2025 4:54PM

કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો
આજનો દિવસ પાટણ માટે ગૌરવ અને ઉત્સાહનો દિવસ"  કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત

પાટણ મ્યુઝિયમ, રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય નામાંકરણથી પ્રવાસનને વેગ મળશે પ્રવાસન અને વન મંત્રી મૂળુભાઈ બેરા

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતુ હોય છે. જે અન્વયે પાટણ જિલ્લાની આન,બાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પ્રવાસન અને વન મંત્રી મૂળુભાઈ બેરાની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં ‘’રાણીની વાવ ઉત્સવ-2025’’ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી ઓસમાણ મીરે જોરદાર જમાવટ કરી હતી.


પાટણવાસીઓ ઓસમાણ મીરના તાલે ઝુમી ઉઠ્યા હતા. ઓસમાણ મીરની  સાથે સુપ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યા પણ જોડાયા હતા. ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ-2025 નુ આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદેશ્ય આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી વાકેફ કરવાનો છે. આજરોજ ઐતિહાસીક નગરી પાટણનો 1280મો સ્થાપના દિવસ છે. પાટણના સ્થાપના દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂતની અઘ્યક્ષતામાં આયોજીત આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને કલાકારવૃંદ ઓસમાણ મીર તથા સુપ્રસિદ્ધ લોકગાયિકા  અપેક્ષા પંડ્યાએ પોતાના તાલે રાણકી વાવને રંગી દીધી હતી. લીલીછમ હરીયાળી વચ્ચે રાણકી વાવની સુંદરતા અને એમાંય ઓસમાણ મીરના સુપ્રસિદ્ધ ગીતો...! રાણકી વાવની સુંદરતામાં આજે ચાર ચાંદ લાગી ગયા હતા. રાણકી વાવનો આજે જાણે ખરા અર્થમાં સુરોથી શણગાર થયો હોય તેવું લાગી રહ્યું હતુ.

સંગીત સમારોહમાં પાટણની જનતાને સંબોધિત કરતા કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતે  પાટણનાં 1280 માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતુ કે, આજનો દિવસ પાટણ માટે ઉત્સાહ અને ગૌરવનો દિવસ છે. પ્રાચીન સમયમાં ભારતવર્ષ માંથી  25% વેપાર ઐતિહાસિક પાટણ નગરીમાં થતો હતો. પાટણ શહેરનો સમાવેશ ભારતના 10 મોટા શહેરમાં થતો હતો. મંત્રીએ જણાવતા કહ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધા નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોને લીધે યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં રાણીની વાવને વિશ્વ વિરાસતનો દરજ્જો મળ્યો અને ત્યારબાદ રાણીની વાવની પ્રતિકૃતિ રૂ.100 ની ચલણી નોટ પર અંકિત કરવામા આવી. આજે દેશ-વિદેશથી લોકો રાણીની વાવની મુલાકાતે આવી રહ્યાં છે. વિરાસતની પરંપરાને આગળ ધપાવતા રાજ્ય સરકાર દ્વારા પાટણ મ્યુઝીયમનું નામ બદલીને રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય કરતા પાટણવાસીઓ રાજમાતા નાયિકાદેવીના ગૌરવપૂર્ણ ઇતિહાસથી પરિચિત થશે.

‘’રાણીની વાવ ઉત્સવ-2025’’ પ્રસંગે પ્રવાસન વન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ પ્રસંગે અને પાટણ શહેરના સ્થાપના દિવસે પાટણ નગરજનોને શુભેચ્છા આપુ છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી જ વિકાસની સાથે વિરાસત ઉજાગર કરવાનું કામ ચાલુ કર્યું. જેના લીધે  પાટણનું પટોળું, રાણીની વાવને દેશ અને દુનિયામાં સ્થાન મળ્યું છે. પાટણ સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા પાટણની વિરાસત વિશ્વમાં ઉજાગર થાય તે માટે પાટણ મ્યુઝીયમનું નવું નામ રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.  પાટણની સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા રાજમાતા નાયિકાદેવીને  સાચી શ્રદ્ધા સુમન કરવામાં આવી છે.  રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય નામાંકરણથી પાટણ જિલ્લામાં પ્રવાસીઓ આવશે જેથી પ્રવાસનને વેગ મળશે તેનો મને વિશ્વાસ છે.


આજરોજ આયોજીત સંગીત સમારોહમાં  જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર,  જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, પ્રાંત અધિકારી તેમજ અધિકારી - કર્મચારીઓ, સંગઠનના હોદ્દેદારો, બહોળી સંખ્યામાં પાટણની જનતા ઉપસ્થિત રહી હતી

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार