सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જળસંચય અંતર્ગત થયેલ વિવિધ કામોની સમીક્ષા બેઠક યોજાઈ

જળ સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરવા જિલ્લા વિકાસ અધિકારીની અપીલ

યેશા શાહ
  • Mar 29 2025 12:19PM
વિશ્વ જળ દિવસના રોજ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેન અભિયાન 3.0ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વરસાદના પાણીને સંગ્રહિત કરવા, વધુ પ્લાન્ટેશન કરવા, પાણીના જુના સ્ત્રોતોનું નવીનીકરણ અને જનભાગીદારી દ્વારા જળસંચયની કામગીરી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત ખેડા જિલ્લામાં જળસંચયના કામો માટે થયેલ કામગીરીની સમીક્ષા અને આગામી આયોજન માટે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર અમીત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આંગણવાડી, સરકારી શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર સરકારી ભવનો વગેરેમાં વરસાદના પાણીને સંગ્રહિત કરવા માટે વિવિધ સ્ત્રોત બનાવવામાં આવે અને અછતના સમયે આ જ પાણીનો ઉપયોગ આપણે કરી શકીએ તે સંદર્ભે વિશેષ કામગીરી કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા.. વધુમાં ડીએમએફ, સીએસઆર અને વિવિધ સરકારી સ્કીમના સંયુક્ત સહયોગથી આ કામગીરી કરવામાં આવે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જળ વ્યવસ્થાપન માટે વધુ અને વધુ જન ભાગીદારી થાય તે અંગે પ્રેરણા આપવામાં આવી હતી.

આ બેઠકમાં ડીઆરડીએ ડાયરેક્ટર લલિત પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (પંચાયત), જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રોગ્રામ ઓફિસર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार