सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મીઠાનો સત્યાગ્રહ કરવા માટે સરદાર પટેલે દાંડીની પસંદગી કરવા પાછળનો રોચક ઈતિહાસ

પહેલા સાબરમતીથી ખેડા સુધી કૂચ વિચારાઇ પણ માત્ર 5 દિવસનું અંતર હોવાથી 3 સપ્તાહે યાત્રા પહોંચે તેવા દાંડીની પસંદગી થઇ

સુદર્શન ટીમ
  • Mar 12 2025 5:38PM
સન 1930ની શરૂઆતમાં જનજાગૃતિ માટે સત્યાગ્રહ કરવાનું નક્કી થયું. એ પહેલાં 1928માં બારડોલી સત્યાગ્રહ સફળ રહ્યો હતો. નમક જેવી સાવ સામાન્ય પરંતુ વિશ્વના તમામ વ્યક્તિઓને સ્પર્શે તેવી આ કુદરતી પેદાશ ઉપર અંગ્રેજ સરકાર દ્વારા નાખવામાં આવેલા કરનો વિરોધ કરવાના આશયથી નમક સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું અને સ્થળ પસંદગી સહિતની તૈયારી કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને જવાબદારી અપાઇ હતી. 

મીઠાના સત્યાગ્રહ માટે પ્રથમ પ્રશ્ન સ્થળની પસંદગી અને સત્યાગ્રહનો માર્ગ નક્કી કરવાનો હતો. ખેડા જિલ્લામાં ખંભાતનો દરિયો જેવા કે બોરસદ તાલુકાના કેટલાક સ્થળે મીઠાનું ઉત્પાદન થતું હોવાથી સાબરમતીથી ખેડા સુધી કૂચ કરવાનું વિચારમાં લેવામાં આવ્યુ. પરંતુ સાબરમતી આશ્રમથી ખેડાનું અંતર બહુ ઓછુ હતુ અને તે કૂચ માત્ર પાંચ દિવસમા પૂર્ણ થઈ જાય તેમ હતી. આ કૂચ ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા ચાલે અને લગભગ 250-300 માઈલનું અંતર હોય તેવા સ્થાનની તપાસ શરૂ થઈ. દક્ષિણ ગુજરાતના તે સમયના સુરત જિલ્લા જેમાં હાલના નવસારી અને વલસાડ જિલ્લાનો પણ સમાવેશ થતો હતો અને લાંબો દરિયા કાંઠો ધરાવતા ધરાસણા, તિથલ, ઉદવાડા, દાંડી વગેરે સ્થળ માટે વિચારણા કરવામાં આવી. સ્થળ તપાસ માટે સરદાર પટેલ દરેક જગ્યાએ જઈ નિરીક્ષણ કરી આવ્યા હતા. સરદાર પટેલે અનેક પરિબળોને ધ્યાનમા લઈ અંતિમ સ્થાન માટે દાંડી પર પસંદગી ઉતારી. અમદાવાદથી દાંડી સુધી 243 માઈલની કૂચ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય પણ લાગી શકે અને સત્યાગ્રહની અસર પુરા ગુજરાત પર પડી શકે.

દાંડીની પસંદગી કરવા પાછળ બીજુ મહત્વનું કારણ એ હતું કે, આ વિસ્તારમાં આવતા કરાડી, મટવાડ, કોથમડી, આવડા ફળિયા, આટ, બોદાલી, સામાપુર, મછાડ, ઓંજલ વગેરે વિસ્તારમા લાંબા સમયથી ગાંધીવાદી પ્રવૃતિઓ ચાલી રહી હોવાથી આ વિસ્તારમાં અગાઉથી જનજાગૃતિ ફેલાઇ હતી.
 
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કરેલા સત્યાગ્રહ સમયે પણ આ વિસ્તારના કોળી અને પારસી ભાઈઓ ભાગ લઈ ચૂક્યા હતા એટલે આ વિસ્તારના લોકોનું ખમીર ગાંધીજી પારખી ચૂક્યા હતા. સત્યાગ્રહ પૂર્ણ થયા પછી ગાંધીજીએ સ્વાભાવિક રીતે પૃચ્છા કરી હતી કે, આ વિસ્તારમા ગાંધીવાદી પ્રવૃતિઓ થકી આટલી જનજાગૃતિ કેવી રીતે આવી? ત્યારે આ વિસ્તારમા ગાંધીવાદી પ્રવૃતિના પ્રયોજકો એવા મણીભાઈ પટેલ અને દરબારી સાધુના નામથી ઓળખાતા સ્વામીજી ધનજીશા બહેરામજી દરબારી નામની બે વ્યક્તિઓના પુરૂષાર્થની વાતો ગાંધીજી સમક્ષ આવી અને આ બે મહાનુભાવોએ તૈયાર કરેલા વાતાવરણના કારણે સત્યાગ્રહ માટે દાંડીની પસંદગી થઇ એટલું જ નહીં સફળતા પૂર્વક દાંડીકૂચ પૂર્ણ થઇ અને દાંડી ઇતિહાસમાં અમર થઇ ગયું

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार