सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કપડવંજ ટાઉન પોલીસે બે રીઢા આરોપીઓને ઝડપી પાડયા

૦૪ એક્ટીવા, ૧૨ મોબાઈલ, ૦૩ સબમર્સીબલ પાણીની મોટર તથા એસીના તાંબાના તારની પાઈપો કબજે કરી

સુરેશ પારેખ
  • Feb 15 2025 10:55AM
કપડવંજ ટાઉન પોલીસે કપડવંજ ઉપરાંત સેવાલિયા અને નડિયાદમાં ચોરીના ગુન્હામાં નાસતા ફરતા બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
આ અંગે કપડવંજ વિભાગીય પોલીસ વડા વી.એન.સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે કપડવંજ ટાઉન પી.આઈ. જનકસિંહ દેવડા તથા તેમની ટીમ કાર્યરત હતી. દરમિયાન અ.પો.કો. અતુલકુમાર તથા મનોજકુમારને સંયુકત રીતે બાતમી મળી હતી કે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના બે ગુન્હામાં એક્ટીવાની ચોરી કરનાર ઈસમ કપડવંજ આવવાનો છે. જે બાતમીના આધારે કપડવંજ બાયપાસ દાણા રોડ કોર્ટ બાજુ આવનાર હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસ વોચમાં હતી.
દરમિયાન કોર્ટ પાસે બન્ને આરોપીઓ જેમાં અનિલ ઉર્ફે ભાયલો રમેશભાઈ પરમાર (આ.ઉ.વ.૨૪) તથા જયેશ અરવિંદભાઈ રાઠોડ (આ.ઉ.વ. ૨૪) બન્ને રહે.ભુતખાબડા,તા. કપડવંજનાઓને ઝડપી પાડયા હતાં. આરોપીઓ પાસેથી એક્ટીવા નંગ-૪ કિ.રૂ.૮૫,૦૦૦, મોબાઈલ નંગ-૧૨ કિ.રૂ. ૬૪,૫૦૦, સબમર્સીબલ પાણીની મોટર નંગ-૨ કિ. રૂ.૧૮,૦૦૦, પાણીની મોટર નંગ-૧ કિ.રૂ. ૨૦૦૦ તથા એ.સી. ના આઉટડોરની તાંબાની પાઈપો નવ કિલોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
 આરોપીઓ સામે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન તથા સેવાલિયા ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુન્હા નોંધાયેલા છે. ટાઉન પોલીસ સુત્રોએ બન્ને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार