પશ્ચિમ બંગાળના મુસીદાબાદમાં વકફ બોર્ડના કાયદાના વિરોધની આડમાં હિન્દુઓ પર હુમલા, સંપત્તિની લૂંટફાટ અને હિન્દુઓના પલાયનની ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને સંબોધિત એક આવેદન પત્ર કલેકટરને આપવામાં આવ્યું જેમાં પશ્ચિમ બંગાળમાં શાંતિ અને ન્યાયની માંગ કરવામાં આવી છે.