પાટણમાં ભગવાન શ્રીરામચંદ્રજીની ૩૮મી ભવ્ય શોભાયાત્રા ઐતિહાસિક ધામધૂમથી યોજાઈ
પાટણ શહેરમાં ૩૮મી વર્ષિક રથયાત્રા અંતર્ગત ભગવાન શ્રીરામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રા આજે ધાર્મિક અને રાષ્ટ્રિય ઉત્સાહ વચ્ચે સંપૂર્ણ પવિત્રતા સાથે ઉજવાઈ. યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પાટણવાસીઓએ ભાગ લીધો હતો.
શોભાયાત્રાની શરૂઆત ભગવાન શ્રીરામચંદ્રજીની અયોધ્યા નિવાસિત મૂર્તિની પ્રતિકૃતિવાળા રથથી થઈ હતી. બીજા રથમાં શ્રીરામ, શ્રીલક્ષ્મણ અને માતા સીતાજીની મૂર્તિઓ બિરાજમાન કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન દુર્ગાવાહિનીના આશરે ૪૫૦ જેટલી બહેનો દ્વારા તલવાર અને લાકડી વડે કરવત તેમજ આત્મરક્ષા કળાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ બહેનોને પાટણ શહેરના તમામ વિસ્તારોમાં ૮ કિમી લાંબી યાત્રામાં ભાગ લઇ ૧૦ કલાક સુધી શક્તિનું પ્રદર્શન કર્યું.
શોભાયાત્રામાં બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા જોખમભર્યા સ્ટંટ રજૂ કરવામાં આવ્યા જેમાં આંખે પટ્ટી બાંધીને સીમેન્ટ નલિયાને ચાર તરફ રાખી વચે કાર્યકર્તા ને સુવાડી તલવાર થી તોડવાનું આકર્ષક દ્રશ્ય લોકોને મંત્રમુગ્ધ કરી દીધું.
મૂખ્ય આરતી બપોરે ૧૨:૩૯ કલાકે ઉતારવામાં આવી હતી. આરતીમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ, સંતો અને વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. તેમાં ફ્રાન્સથી પધારેલ વિશ્વ ગોદાવરી માતા, શંકરભારતી બાપુ, સીતારામ બાપુ, પૂર્વ સંગઠન રાજ્ય મંત્રી કે.સી. પટેલ, જેડી ઠક્કર, હિતેષભાઈ ઠક્કર તથા અનેક મહાનુભાવો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી.
શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ઠંડા પીણાં, છાશ અને આઈસ્ક્રીમના કેમ્પો લગાવવામાં આવ્યા હતા.
શોભાયાત્રા અંતે રાત્રે નિજ મંદિર ખાતે સમાપન પ્રસંગ ઉજવાયો. સમરસતા અભિયાન દ્વારા એકત્ર કરાયેલ અનાજમાંથી બનેલી રામખીચડી અને કઢીનો પ્રસાદ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને વિતરણ કરાયો.
આ સમગ્ર યાત્રાની વ્યવસ્થામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્વયંસેવકોનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. શૈલેષભાઈ વકીલ, નિખિલભાઈ ખમાર, દેવાંગભાઈ, કૈલાશભાઈ અને અન્ય કાર્યકર્તાઓએ બહેનોની સુરક્ષા અને શોભાયાત્રાની શિસ્ત જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
પાટણ પોલીસ સ્ટાફ પણ આખા યાત્રામાર્ગે ખડેપગે રહ્યો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प