सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં તમામ સભ્યો બીનહરિફ : હરિભક્તોમાં આનંદની લાગણી

સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારીવિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ ૭ બેઠકો બિનહરીફ જાહેર કરાઈ

યેશા શાહ
  • Mar 18 2025 12:15PM
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની યોજાનારી ચૂંટણીમાં સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ ૭ બેઠકો બિનહરીફ જાહેર થતાં હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે વડતાલ ટેમ્પલ બોર્ડની સને ૧૯૭૫થી સ્કીમનો અમલ શરૂ કરાયો છે. ૫૦ વર્ષના ઇતિહાસમાં આ વખતે સમગ્ર બોર્ડ બિનહરીફ જાહેર થતા સંપ્રદાયના ઇતિહાસમાં વધુ એક મોરપીંછનો ઉમેરો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડતાલ ટેમ્પલ બોર્ડના ચાર વિભાગોમાં સંત વિભાગ, બ્રહ્મચારી વિભાગ, પાર્ષદ વિભાગ તથા હરિભક્ત વિભાગના મળી કુલ સાત સભ્યોની ચૂંટણી યોજવામાં આવે છે. જેમાં સંત વિભાગમાંથી ડો.સંતવલ્લભદાસજી સ્વામી બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી ગુરૂ ભક્તિપ્રિયાનંદજી પાર્ષદ વિભાગમાંથી પાર્ષદ વલ્લભભગત ગુરૂ નીલકંઠચરણ દાસજી (સુરત) તથા ગૃહસ્થ વિભાગમાંથી સંજય શાંતિલાલ પટેલ, તેજસ બીપીનચંન્દ્ર પટેલ (પીપળાવ), અલ્પીત પંકજભાઇ પટેલ (વડોદરા) તથા સંજય હીરાલાલ પટેલ (ગોધરા)ને બીનહરીફ જાહેર કરાયા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार