વાણી અને પાણીની પવિત્રતા ઉપર ભાર મૂકતાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે બાવળિયાળી ઠાકરધામમાં પુનઃ પ્રતિષ્ઠા સંપન્ન અને ભાગવત કથા પ્રારંભ
બાવળિયાળીમાં નગાલાખા મંદિરમાં મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે પુનઃ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ અને ભાવ ભક્તિ ઉમંગ સાથે ભાગવત કથા પ્રારંભ થયો. વ્યાસપીઠ પરથી વાણી અને પાણીની પવિત્રતા ઉપર ભાર મૂકતાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ કથા પ્રારંભ કરાવ્યો છે.
ઠાકરધામ બાવળિયાળીમાં ભરવાડ સમાજ સાથે તમામ જ્ઞાતિનાં ભાવિકોની મોટી સંખ્યા સાથે પુનઃ પ્રતિષ્ઠા સાથે ભાગવત કથા અને અન્ય આયોજનો સાથેનો ધર્મોત્સવ યોજાયો છે.
મહા મંડલેશ્વર મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે ઠાકર ધામમાં પુનઃ પ્રતિષ્ઠા વિધિ ધામધૂમ સાથે સંપન્ન થઈ અને આ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાનગાથા પ્રારંભ થયો છે. આ પ્રસંગે વાજતે ગાજતે રંગદર્શી વાતાવરણ અને ખુબજ ઉત્સાહ ભેર હાથી ઉપર પોથી યાત્રા યોજાઈ હતી.
સંતો મહંતોનાં હસ્તે દીપ પ્રાગટ્ય સાથે ભાગવત ગોપ જ્ઞાનગાથા પ્રારંભ કરાવતાં ભાઈ શ્રી રમેશભાઈ મંગલાચરણ સાથે આપણી સંસ્કૃતિ શ્લોક વંદના અને કથા પ્રવાહ કરતાં વાણી અને પાણીની પવિત્રતા ઉપર ભાર મૂકતાં પર્યાવરણ અને પ્રદુષણ સામે સનાતન સંદેશો આપ્યો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प