ખેડા જિલ્લાના શિવધામ શંકરાચાર્ય નગરમાં માતા મહાદેવી ત્રિપુરાસુંદરી દેવી અને ભદ્રકાળી માતાની થયેલી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા
દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્યશ્રી પૂ.સદાનંદ સરસ્વતી મહારાજના વરદહસ્તે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન નડિયાદ
સમગ્ર ખેડા જિલ્લામાં શિવધામ તરીકે સુપ્રસિદ્ધ ખેડા પાસેના સંધાણા ગામ નજીકના શંકરાચાર્ય નગર ખાતે નવનિર્મિત થયેલ અતિ ભવ્ય મંદિરમાં માતા મહાદેવી ત્રિપુરાસુંદરી અને માતા મહાદેવી ભદ્રકાળીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ત્રણ દિવસથી ઉજવાઈ રહ્યો હતો.જે નિમિત્તે બંને દેવીઓની પ્રતિષ્ઠા દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સદાનંદ સરસ્વતી જીના વરદ હસ્તે સંપન્ન થઈ હતી.આ પ્રસંગે આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુ ભક્તો પ્રાણ પ્રતિષ્ઠાના દિવ્ય અને ભવ્ય યજ્ઞના ત્રણ દિવસના કાર્યક્રમમાં પધાર્યા હતા ત્યારબાદ યોજાયેલ આ પ્રતિષ્ઠામાં પણ સૌ ભક્તોએ ભારે ઉમળકાથી ભાગ લીધો હતો અને બંને મહાદેવીઓની શંકરાચાર્ય નગરમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથેની સ્થાપના થતાં સૌ ભક્તો આનંદિત બની ગયા હતા. અત્રેના શંકરાચાર્ય નગર ખાતે દિવ્ય શિવાલય પણ આવેલું છે.આ શિવાલયના દર્શનાર્થે શ્રાવણ માસમાં ભક્તોનો ભારે મહેરામણ ઉમટી પડતો હોય છે જ્યારે શિવરાત્રિના દિવસે ખૂબ જ મોટો ભવ્ય મેળો પણ ભરાય છે અને ચાર પ્રહરની દિવ્ય પૂંજા પણ થાય છે.જેનો લાભ લેવા માટે આસપાસના વિસ્તારના સૌ ભક્તો ભારે શ્રદ્ધાપૂર્વક ઉમટી પડે છે.આ દિવ્ય સ્થાનમાં બે-બે માતાજીની સ્થાપનાથી સર્વસ્થાન દૈદીપ્યમાન અને અદભુત બની ગયું છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प