આ વિસ્તારમાં જે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે બ્રિજ માટે સ્થાનિક લોકોની માંગ હતી જે આજે પુર્ણ કરવામાં આવી છે તે માટે કેન્દ્રિય મંત્રીશ્રી નીતિનભાઇ ગડકરી સહિત અહીના કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન.– સી.આર.પાટીલ
આજે આખા દેશમાં કોઇ પણ દિશામાં જઇએ તો કેન્દ્ર અને રાજય સરકાર મળીને વિવિધ વિકાસના જે પ્રકલ્પોના ડેવલોપ કરે છે તે કામો જોવા મળે છે.- સી.આર.પાટીલ
વડાપ્રધાનશ્રીએ દિલ્હીમાં તેમની ઓફિસમાં બેઠક બોલાવી હતી જેમા યમુના નદીમાં સફાઇની કામગીરી ફરી શરૂ કરવા સુચના આપી છે.
– સી.આર.પાટીલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારમાં માર્ગ અને પરિવહન વિભાગના કેન્દ્રિય કેબિનેટ મંત્રી નિતીનભાઇ ગડકરીજીના માર્ગદર્શન હેઠળ 168 ચોર્યાસી વિઘાનસભા વિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 53 અંતર્ગત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા અંદાજીત રૂપિયા 40 કરોડના ખર્ચે નવ નિર્મિત બુડિયા અને ગભેણી વ્હીકલ અંડરપાસનુ લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઘારાસભ્યશ્રી સંદિપભાઇ દેસાઇએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં સી.આર.પાટીલજીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં જે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે બ્રિજ માટે સ્થાનિક લોકોની માંગ હતી જે આજે પુર્ણ કરવામાં આવી છે તે માટે કેન્દ્રિય મંત્રી નીતિનભાઇ ગડકરી સહિત અહીના કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન. આજે દેશમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશમા વિકાસના અનેક નવા આયામો સિદ્ધ થઇ રહ્યા છે. આજે આખા દેશમાં કોઇ પણ દિશામાં જઇએ તો કેન્દ્ર અને રાજય સરકાર મળીને વિવિધ વિકાસના પ્રકલ્પોના ડેવલોપ થતા કામો જોઇ શકીએ છીએ.માર્ગ અને પરિવહન વિભાગના કેન્દ્રિય મંત્રી નિતીનભાઇ ગડકરીના માર્ગદર્શનમાં આજે જે બ્રિજનું લોકાર્પણ થયુ છે તેનાથી સ્થાનિક રહિશોને લાભ થવાનો છે તેમના માર્ગદર્શનમાં અને વડાપ્રધાન ના નેતૃત્વમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં બ્રિજનું કામ અદભૂત થઇ રહ્યુ છે જેમા જમ્મુ કાશ્મિર નો બ્રિજ છે કે જે વિકટ જગ્યા પર તૈયાર કરવામાં આવ્યો છે. અંગ્રેજોના સમયે તૈયાર થયેલા બ્રિજ જે આજના સમયે જર્જરીત થયા હતા તેની સામે હવે નવી ટેકનોલોજી સાથે બ્રિજ આપણને મળે છે.
સી.આર.પાટીલજીએ રેઇન વોટરહાર્વેસ્ટીગ વિશે માહિતગાર કરતા જણાવ્યું કે આપણે સૌ એ વરસાદનું પાણી જમીનમાં ઉતરે તે માટે બોર બનાવવા જોઇએ. વરસાદનું પાણી જમીનમાં સ્ટોર કરવાથી તેની ગુણવતા જળવાઇ રહે અને ઓછા સમયમાં પાણી મળી રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ હમેંશા આપણે કહે છે કે જળ છે તો કલ છે અને ગામનુ પાણી ગામમાં અને સિમનુ પાણી સિમમાં ઉતારવું જોઇએ. વડાપ્રધાનશ્રીએ દિલ્હીમાં તેમની ઓફિસમાં બેઠક બોલાવી હતી જેમા યમુના નદીમા સફાઇની કામગીરી ફરી શરૂ કરવા સુચના આપી છે. સૌથી ગંદી નદી તરીકે આજે યમુના નદી માનવામાં આવે છે પણ નદી ખૂબ જ ઝડપી સ્વચ્છ થાય તેના માટેના પ્રયત્નો વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનથી કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં રાજય સરકારના મંત્રી મુકેશભાઇ પટેલ, સુરત શહેરના મેયર દક્ષેશભાઇ માવાણી, સુરત જીલ્લા પંચાયતના પ્રમુખ ભાવીનીબેન, ધારાસભ્યઓ સંદિપભાઇ દેસાઇ, સંગીતાબેન પાટીલ,સુરત શહેર પ્રમુખશ્રી પરેશભાઇ પટેલ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઇ પટેલ સહિત જીલ્લાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.