सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

"ડેડીયાપાડા અને નાંદોદમાં ભાજપનો ગૌરવશાળી અધ્યાય: AAPનું જોડાણ અને કાર્યકર્તાઓનું અદમ્ય જોશ"

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)૪૬ માં સ્થાપનાદિન અંતર્ગત સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું ડેડીયાપાડાના વેરાઈ માતા મંદિર અને નાંદોદના રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે સક્રિય સદસ્ય સંમેલનો યોજી ઇતિહાસ રચ્યો.

શૈશવ રાવ નર્મદા
  • Apr 10 2025 2:49PM
પ્રદેશ આદિજાતિ મોરચા પ્રમુખ  અર્જુનભાઈ ચૌધરીના દમદાર નેતૃત્વમાં અને ભરૂચના સાંસદ  મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમો ભાજપની એકતા અને શક્તિનું પ્રતીક બન્યા. ભારતીય જનતા પાર્ટીમાં સ્થાપના દિન અંતર્ગત સક્રિય સદસ્ય સંમેલનમાં આવેલ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભવિષ્યમાં સમયને ધ્યાનમાં રાખીને લાંબાગાળાના વિકાસનું આયોજન કરેલ છે ભાજપમાં કેન્દ્ર સરકારમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે પી નડાજી અમિતભાઈ શાહના નેતૃત્વમાં  દેશમાં અનેક વિકાસના કામોથી સમગ્ર ભારતની જનતા આજે સંતુષ્ટ છે અને સાથે અનેક ઐતિહાસિક નિર્ણયો પણ લીધા છે જે ભારતના તમામ નાગરિકના હિતમાં ધ્યાનમાં રાખીને કામ કર્યું છે રાજ્યમાં પણ ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં તમે જોઈ શકો છો કે નાના માણસોને પણ તકલીફ ન પડે તે રીતે કામો થઈ રહ્યા છે  રાજ્યમાં સાર્વત્રિક વિકાસ કારણે આપણે કાર્યકર્તાઓ પણ પક્ષ સભ્ય તરીકે ગર્વ લેવાનો સમય છે અનેક પડકારો સાથે આજે દેશ વિશ્વની હરોળમાં ઉભો છે 
ડેડીયાપાડા: કેસરિયાનો નવો સૂરજ ઉગ્યો
ડેડીયાપાડામાં "વિકસિત ભારતથી વૈશ્વિક ભારત"નો નારો ગુંજ્યો. સંમેલનની સૌથી યાદગાર ક્ષણ બની જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રવાદી સપનાથી પ્રેરાઈને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો. "આપણે રાષ્ટ્રની સેવામાં અડગ છીએ, દરેક કાર્યકર્તા આ સંગઠનનો સાચો નાયક છે," એમ  અર્જુનભાઈ ચૌધરીએ ગર્જના કરી. ભાજપ પ્રમુખ  નીલ રાવ પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ  શંકરભાઈ વસાવા, પૂર્વ મંત્રી  મોતીભાઈ વસાવા, જિલ્લા મહામંત્રી  રમેશભાઈ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ  સંજયભાઈ વસાવા સહિતના આગેવાનોએ આ ક્ષણની ગરિમા વધારી.
નાંદોદ: બલિદાનની ગાથા અને નવી પ્રેરણા
નાંદોદમાં  મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ  જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખની હાજરીમાં કાર્યકર્તાઓ સાથે હૃદયસ્પર્શી સંવાદ થયો. ભાજપની સ્થાપનાથી લઈને આજ સુધીની યાત્રા દર્શાવતી ડોક્યુમેન્ટ્રીએ બલિદાનની ગાથાઓને જીવંત કરી, જેનાથી સૌનું મન ભાવવિભોર થયું.ભાજપ પ્રમુખ  નીલ રાવ ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન  ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય  શબ્દશરણ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ  ભિમસિંગભાઈ તડવી, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ  વનીતાબેન વસાવા અને રાજપીપલા નગર સેવા સદન પ્રમુખ શ્રી ધર્મિષ્ઠાબેન પટેલ સહિતના નેતાઓએ આ પ્રસંગને અમર બનાવ્યો.
વિકાસનો સંકલ્પ:
બંને સ્થળોએ વિકાસના કાર્યો અને ભવિષ્યના રોડમેપ પર ચર્ચા થઈ. "ભાજપ એટલે મક્કમ સંગઠન અને અતૂટ પરિવાર," એ ગૌરવશાળી સંદેશ સાથે કાર્યકર્તાઓએ રાષ્ટ્રહિતની નવી શરૂઆતની શપથ લીધી. આ સંમેલનો ભાજપની નવી ઉડાનનો પાયો બની રહેશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार