મહાશિવરાત્રીનું મહત્વ અને અરવલ્લી જિલ્લામાં શિવ મંદિરોનું મહત્વ તથા આસ્થા
ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ સ્થાન છે, અને તેમાં મહાશિવરાત્રી એક અનન્ય અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું પર્વ છે. ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ ઉજવાતી આ તિથિ ભગવાન શિવની અરાધના અને તેમના સાથે જીવના મિલનનું પ્રતીક માનવામાં આવે છે. અરવલ્લી જિલ્લો, જે ગુજરાતના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલો છે, તેની પ્રકૃતિસંપન્ન ભૂમિ અને શિવ મંદિરોની સમૃદ્ધ પરંપરા માટે જાણીતો છે.