સનાતન ધર્મમાં દેવઉઠી એકાદશીનું પૂજાની દ્રષ્ટિએ ખુબ જ મહત્વ છે. એવું માનવામાં આવ છે કે આ દિવસે ભગવાન વિષ્ણું ચાર માસની નિદ્રા પછી જાગે છે. દર કારતર માસના શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસને દેવોત્થાન એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસથી લગ્ન, મુંડન અને અન્ય શુભ કાર્યોની શરુઆત થાય છે. જાણો અહીં સંપુર્ણ માહિતી.
દેવઉઠી એકાદશી ક્યારે છે..
આ વર્ષે એટલે કે 2024માં કારતક માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત 12 નવેમ્બરના રોજ આવશે. એકાદશી તિથિ 1 નવેમ્બર સાંજે 6.46 વાગ્યો શરુ થશે અને 12 નવેમ્બરે સાંજે 4.04 વાગ્યે સમાપ્ત થશે. જા ઉદયા તિથિ અનુસાર જોવામાં આવે તો દેવઉઠી એકાદશીનું વ્રત અને પૂજા 12 નવેમ્બરે કરવામાં આવશે. દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણું એટલે કે શ્રી હરિની પુજા કરવામાં આવે છે. તેમનો શુભ સમય સવારે 6.42 થી શરુ થઇ રહ્યો છે. આ પછી 7.42 મિનીટથી સવાર્થ સિદ્ધી યોદ પણ જોવા મલી રહ્યો છે. જેમા કરવામાં આવતી પૂજા ખુબ જ શુભ માનવામાં આવે છે.
દેવઉઠી એકાદશીનું મહત્વ
માન્યતાઓ અમુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ, જે ચાર મહિના સુધી નિદ્રાધીન હતા, તેઓ શીર સાગરમાં ઊંઘમાંથી જાગી જાય છે. આ દિવસે, હિંદુ સમુદાયમાં, લગ્ન, સગાઈ, મુંડન, ગૃહસ્કાર વગેરે જેવા શુભ કાર્યો પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે છે અને શુભ કાર્યો ફરી શરૂ થાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને સાંસારિક પાપોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. એકાદશીના દિવસે ઉપવાસ કરનારા ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને સાંસારિક પાપોથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે તુલસીની પણ પૂજા કરવામાં આવે છે.
વિશેષ પૂજા અને ઉપવાસ:
આ દિવસે નિર્મળ ચિત્તથી પ્રાર્થના કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ તહેવારના દિવસે લોકો ઉપવાસ અને વિશેષ જપ-ધ્યાન પણ કરે છે.