सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અગાઉનાં ચાર જીતેલાં યુદ્ધો હાર્યા બરાબર જ્યારે કારગિલ વિજય એ સરકાર અને સેનાનાં મક્કમ મનોબળનું પરિણામ

ભાજપ દ્વારા સિહોરમાં યોજાયેલ કારગિલ વિજય જનસભામાં યજ્ઞેશ દવેનું વક્તવ્ય અને સૈનિક સન્માન યોજાયું

મૂકેશ પંડિત
  • Jul 27 2024 4:59PM
ભારત દ્વારા પાડોશી દેશો સાથે અગાઉનાં ચાર જીતેલાં યુદ્ધો હાર્યા બરાબર જ્યારે કારગિલ વિજય એ સરકાર અને સેનાનાં મક્કમ મનોબળનું પરિણામ હોવાનું પ્રદેશ ભાજપ પ્રચાર સંયોજક યજ્ઞેશ દવેએ સિહોરમાં ભાજપ દ્વારા યોજાયેલ કારગિલ વિજય જનસભામાં વક્તવ્ય આપતાં જણાવ્યું. અહી સૈનિક સન્માન યોજાયું હતું.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ પ્રચાર સંયોજક અને વિચારક યજ્ઞેશ દવેએ સિહોરમાં કારગિલ વિજય જનસભામાં ઐતિહાસિક તથ્યો અને સ્થિતિ સાથે ચિંતન વક્તવ્ય આપ્યું. 

યજ્ઞેશ દવેએ ભારત દ્વારા પાડોશી દેશો સાથે અગાઉનાં ચાર યુદ્ધો સેનાની બહાદુરી સાથે જીતેલાં જેમાં વર્ષ ૧૯૪૭માં પાકિસ્તાન સાથે જીતેલું અડધું કાશ્મીર જવા દીધું, વર્ષ ૧૯૬૨માં ચીન સાથે માનસરોવર ગુમાવ્યું, વર્ષ ૧૯૬૫માં તાશ્કંદ કરારમાં તેમજ વર્ષ ૧૯૭૧માં ફરી પાકિસ્તાન સાથે કાશ્મીરનો ભાગ ગુમાવવો પડ્યો આમ જીતેલાં યુદ્ધો હાર્યા બરાબર થયાં જેમાં તત્કાલીન કોંગ્રેસ સરકારની ભૂમિકા જવાબદાર હતી. આ પછી તાજેતરમાં કારગિલ યુદ્ધમાં કશું જ ગુમાવ્યાં વગર સેનાએ સંપૂર્ણ વિજય મેળવ્યો, જે ગૌરવની બાબત છે. આમ, કારગિલ વિજય એ સરકાર અને સેનાનાં મક્કમ મનોબળનું પરિણામ હોવાનું જણાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં રાષ્ટ્રની સુરક્ષા અને સેના માટે અંદાજપત્રમાં વિશેષ જોગવાઈનો ઉલ્લેખ પણ કર્યો.

ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ આ જનસભામાં મહાનુભાવો દ્વારા વિજય જ્યોત પુષ્પાંજલિ અર્પણ કરાયેલ. 

અહી આ પ્રસંગે સેનામાં સેવા આપેલ હિરેનભાઈ સોલંકી, નારશંગભાઈ ડોડિયા તથા હિતેશભાઈ સોલંકીનું સન્માન અભિવાદન હોદ્દેદારો દ્વારા યોજાયું હતું. આ સૈનિકોએ તેમનાં કાર્યકાળનાં અનુભવો વર્ણવ્યા હતાં.

આ પ્રસંગે નીલેશભાઈ ચુડાસમાએ શાબ્દિક સ્વાગત કરેલ. જ્યારે ભરતભાઈ મેર દ્વારા પ્રાસંગિક વાત અને આભાર વિધિ વિક્રમભાઈ નકુમ દ્વારા થયેલ. અગ્રણી ચિથરભાઈ પરમાર સાથે ભાજપ હોદ્દેદારો રાજેશભાઈ ફાળકી, નીરવભાઈ જોષી સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ તથા વિદ્યાર્થીઓ જોડાયાં હતાં. 

સંચાલનમાં રાજુભાઈ બાબરિયા તથા અભયસિંહ ચાવડા રહ્યાં હતાં. અહીંયા ઉપસ્થિત સૌએ કારગિલ વિજય સાથે સેનાની વંદના કરી તેમ પ્રચાર સંયોજક કિશોર ભટ્ટ તથા સહસંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार