सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળતા ૩ વેપારીને ૩૫ હજાર દંડ, મનપા દ્વારા ગંજ બજારમાં દરોડો પાડીને ચેકિંગ

શહેરમાં બેરોકટોક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેચાણ અને ઉપયોગ થતો હોવાનું જોવા મળે છે

યેશા શાહ
  • Apr 18 2025 11:09AM
નડિયાદ મહાનગર-પાલિકા દ્વારા ગંજ બજારમાં દરોડો પાડીને ચેકિંગ કરાયુ હતું. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા ત્રણ વેપારીઓ પાસેથી રૂા. ૩૫,૦૦૦ નો વહીવટી ચાર્જ અને ત્રણેય વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ મનપાની ટીમ દ્વારા ગંજ બજારમાં આવેલ રોયલ એન્ટરપ્રાઈઝ અને સિંધી માર્કેટની નેહા ટ્રેડર્સ તેમજ ક્રિષ્ના ટ્રેડર્સમાં દરોડો પાડીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે લીધો હતો. ટીમ દ્વારા ત્રણેય દુકાનદારો પાસેથી ૩૫,૦૦૦ નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. અગાઉ તત્કાલીન નગરપાલિકા દ્વારા પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા દુકાનદારોને વારંવાર સૂચના આપવા છતાં પણ શહેરમાં બેરોકટોક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેચાણ અને ઉપયોગ થતો હોવાનું જોવા મળે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार